મહેસાણાના લીંચ ગામનો વિડીયો સોશ્યિલ મિડીયા પર વાયરલ
જાણે ફુલ પાથરતા હોય તેમ કોથળો ભરીને નોટો પાથરી રહ્યા છે
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તમામ લોકો વીડિયો જોઈ ચોંકી ઊઠ્યા
WatchGujarat.હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે અનેક નવા-નવા રિવાજો તો વળી કંઇકને કંઇક નવીનતા જોવા મળતી રહે છે. ગામડાઓમાં લગ્નપ્રસંગમાં ઢોલીનું ખૂબ મહત્વ હોય છે. ઢોલનાં તાલે લગ્નનાં દરેક પ્રસંગ કરવામાં આવે છે. જે વર્ષો જૂની પરંપરા છે. આજે પણ ગામડામાં ઢોલી લગ્નમાં ચાર ચાંદ લાવે છે ત્યારે આ ઢોલીને યથાશક્તિ મુજબ ભેટ આપતા હોય છે તો વળી અમુક લોકો ઢોલી પર રૂપિયા પણ ઉડાવતા હોય છે. આમ કરવાથી ઢોલીનો ઉત્સાહ વધે છે. પરંતુ હાલમાં સોશ્યિલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં દેખાતા ઢોલીને તો ખુશીનો કોઇ પાર રહ્યો નથી કારણ કે તેના પર માત્ર નોટો જ ઉડી નથી પરંતુ કોથળો ભરીને નોટો ઉડી છે, સમજો કે નોટોનો વરસાદ વરસ્યો છે.
https://youtu.be/6-ZqjSkld8w
આ અંગે મળતી માહિતી મુજબ મહેસાણાના એક ગામમાં એક પ્રસંગમાં એક વ્યક્તિએ કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો મહેસાણાના લીંચ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં કોઈ પ્રસંગ દરમિયાન ઢોલ-નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામલોકોની વચ્ચે પ્લાસ્ટિકની બેગ ભરીને પૈસા રોડ પર ફેલાવતી નજરે પડી રહી છે. તમે વિડીયોમાં જોઇ શકો છો કે એક વ્યક્તિ જાણે ફુલ પાથરતા હોય તેમ કોથળો ભરીને નોટો પાથરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વીડિયોમાં દસની નોટો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જોકે આ વીડિયો ક્યારનો છે એ અંગે હજુ સુધી વિગતો જાણવા મળી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઇ પણ કલાકાર પર નોટો ઉડાડવાની પ્રથા કાઠીયાવાડમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે,કોઇ પણ ડાયરામાં કલાકારો પર નોટોનો વરસાદ થતા અનેક વખત જોવા મળે છે.