• રાજ્યમાં આગામી 28 ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી
  • હવામાન વિભાગે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરી
  • પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી,ખેડૂતો ચિંતામાં

WatchGujarat.રાજ્યમાં હાલ ઠંડીએ જોર પકડ્યું હતુ.ત્યારે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવી શકે છે. ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી ખેડૂતોની ચિંતા વધારી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને હવામાન વિભાગે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 28મીએ વરસાદ રહેશે. રાજ્યમાં આગામી 28 ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે. 27 ડિસેમ્બરે વાદળછાયા વાતાવરણ રહેશે. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર 10 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. આગામી પાંચ દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો રહેશે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેતા અને વરસાદની સિસ્ટમ દૂર થતાં ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે. નવા વર્ષમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોના ઘઉં, જીરું,ચણા,રાયડો સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગે 24 થી 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે જેવી વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. એટલે કે નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડશે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચકાશે. તો બીજી બાજુ ખેતીપાકને નુકસાન થવાની સંભાવના છે. બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં જીરુ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે. એવામાં આવાં વાતાવરણના કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી ગઈ હતી. જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud