• મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્નવર ચોક બંને સ્થળે મેટ્રોના સ્પીલ્ટ સ્ટેશન બનાવવામાં આવશે
  • મકરસંક્રાંતિ બાદ મસ્કતિ હોસ્પિટલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરીનો ધમધમાટ શરૂ થશે
  • આ સ્ટેશનની સરેરાશ લંબાઇ માત્ર 140 મીટરની હશે,જ્યારે પહોળાઇ મહત્તમ 12 મીટરની હશે

 


Watchgujarat.સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક નજરાણુ ઉમેરાવા જઇ રહ્યુ છે. શહેરમાં મેટ્રો રેલની કામગીરીનો ધમધમાટ છવાયો છે. મેટ્રો માટે કાગળ પર થયેલું પ્લાનિંગ હકીકતલક્ષી દિશામાં તબક્કાવાર આગળ વધી રહ્યું છે. સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે ડાયમંડ કોરિડોરની કામગીરીના શ્રી ગણેશ થઇ ચૂક્યા છે. આ પૈકી કાપોદ્રાથી ચોક સ્થિત ગાંધીબાગ વચ્ચે મેટ્રો રેલ જમીનથી નીચે દોડાવવાનું આયોજન થયું છે. મેટ્રોના અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે આ વિસ્તારમાં સ્ટેશન તૈયાર કરવાની કપરી કામગીરી તંત્ર માટે પડકારજનક બનવા જઇ રહી છે. કુલ છ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો પૈકી મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ચોક વિસ્તારમાં જમીનની નીચે સ્ટેશન બનાવવા માટે પણ પૂરતી મોકળાશ નથી. આ માટે ટિકીટ વિન્ડો, પ્લેટફોર્મ અને ટ્રેક સહિતની સુવિધાઓ સાથે સ્ટેશનનું નિર્માણ કરવા તંત્રએ વિશેષ ડિઝાઇન તૈયાર કરી છે.

મળતી માહિતી મુજબ એન્જિનિયરિંગની કમાલ વચ્ચે સુરત શહેરમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે બે સ્થળે સ્પીલ્ટ સ્ટેશન તૈયાર કરવા નિર્ણય લેવાયો છે. મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્નવર ચોક બંને સ્થળે મેટ્રોના સ્પીલ્ટ સ્ટેશન બનાવવામાં આવશે . દક્ષિણ ભારત બાદ પટ્ટલમ અને પેરામ્બુર ખાતે સ્પીલ્ટ સ્ટેશનની રચના બાદ સુરતમાં આ પ્રકારના યુનિક ડિઝાઇન ધરાવતા મેટ્રોના મિનિ સ્ટેશન તૈયાર થવા જઇ રહ્યાં છે.

મેટ્રો માટે અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે જનરલ પ્લેટફોર્મ અને ટ્રેકનું નિર્માણ કરવા સામાન્ય સંજોગોમાં 200 મીટરની લંબાઇ અને 22 મીટરની પહોળાઇ ધરાવતું સ્ટેશન તૈયાર કરવામાં આવે છે. અંડરગ્રાઉન્ડ સ્પીલ્ટ સ્ટેશન સરેરાશ સ્ટેશનથી અડધી લંબાઇ અને પહોળાઇ ધરાવે છે. મસ્કતિ હોસ્પિટલ અને લાભેશ્વર ચોક જંક્શન ઉપર તૈયાર થનારા આ સ્ટેશનની સરેરાશ લંબાઇ માત્ર 140 મીટરની હશે. જ્યારે પહોળાઇ મહત્તમ 12 મીટરની હશે. સ્ટેશન માટે મકરસંક્રાંતિ બાદ મસ્કતિ હોસ્પિટલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનની કામગીરીનો ધમધમાટ શરૂ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના અન્ય મહાનગરો કે મેટ્રો શહેરમાં પણ મેટ્રો માટે અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. દિલ્હી અને મુંબઇનાં કેટલાક વિસ્તારોમાં માઇનસ ત્રણથી ચાર લેવલ સુધી પ્લેટફોર્મનું નિર્માણ થયુ છે. જેને આઇલેન્ડ પ્લેટફોર્મ કહેવામાં આવે છે. આ પ્રકારનાં સ્ટેશન ઉપર પ્રત્યેક પ્લેટફોર્મ સ્ટેશનના મધ્ય ભાગમાં હોય છે. મેટ્રો અપ અને ડાઉન બંને તરફ દોડે છે. જ્યારે સ્પીલ્ટ સ્ટેશનમાં એક લેવલે એક જ પ્લેટફોર્મ અને એક જ ટ્રેક હોય છે. પ્લેટફોર્મ મેટ્રોના ટ્રેકની સાઇડમાં હોય છે . અપક ડાઉન લાઇન બંનેમાંથી એક જ પ્લેટફોર્મ હોય માઇન્સ ટુ લેવલે બીજું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. નાના રોડ અને વસ્તીની ગીચતા વચ્ચે સ્ટેશ માટે પૂરતા પ્રમાણમાં સ્પેસ મળતી ન હોય ત્યારે વિશેષ ડિઝાઇનથી સ્પીલ્ટ સ્ટેશન તૈયાર કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud