• અંબાજીથી શરૂ કરાયેલી કોંગ્રેસની જનજાગરણ યાત્રા દિયોદર પહોંચી
  • કોંગ્રેસ કાર્યકરના રક્ષણ માટે તૈયાર રહેવુ પડશે – ગેનીબેન ઠાકોર
  • ભાજપ સામે નહીં તાનાશાહી સામે ચૂંટણી લડવાની વાત કરી

WatchGujarat. હાલમાં રાજ્યમાં કોંગ્રેસ દ્વારા જનજાગરણ યાત્રા ચાલી રહી છે. જેની શરૂઆત અંબાજીથી કરવામાં આવી હતી.જે આજે દિયોદર ખાતે પહોંચી હતી. જેમાં જાહેર મંચ પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું હતુ. દિયોદરમાં યોજાયેલ કાર્યક્રમમાં સભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે બુથ પર કટાર રાખવાની વાત કરી હતી.

આ યાત્રા દિયોદર પહોંચતા વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મંચ પરથી એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગેનીબેન ઠાકોરે હુંકાર કરતાં જણાવ્યુ હતું કે, આપણે ભાજપ સામે ચૂંટણી નથી લડવાની આપણે તાનાશાહી સામે ચૂંટણી લડવાની છે.આવનારા સમયમાં બુથ ઉપર કટાર લઈને ઊભું રહેવું પડશે. આ સાથે જણાવ્યું હતુ કે કોંગ્રેસ કાર્યકરના રક્ષણ માટે તેમના બચાવ માટે અને કોંગ્રેસના કાર્યકરોને કોઇ હેરાન ન કરે તે માટે આગેવાનોએ તૈયાર રહેવુ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજના કાર્યક્રમમાં સન્માન માટે બાળકો રાખ્યા હતા તેના હાથમાં કટાર આપવામાં આવી હતી જેને જોઇને ગેનીબેન ઠાકોરે કહ્યુ હતુ કે આ જોઇને મને આનંદ થાય છે.બુથ ઉપર આ કટાર જોશે.આગામી વિધાન સભાની ચૂંટણીને પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનાવવા માટે નીકળેલી કોંગ્રેસની જનજાગરણ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાઈ રહ્યા છે.આ યાત્રામાં ભાજપ સરકારે સામે આંદોલન ચલાવવા પણ અપીલ કરાઇ છે.આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને લોકોને જાગૃત કરી રહી છે. આ જન જાગરણ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અભીયાન ચલાવી પ્રજાને જાગૃત કરવામાં આવશે.

Facebook Comments Box

Videos

Our Partners