પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની ગાડીમાં આગ લાગી
જુબેલીબાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરેલી ઇનોવા કારમાં મળસ્કે લાગી આગ
ફાયરના લાશ્કરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પરકાબુ મેળવ્યો, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં કાર બળીને ખાખ થઇ ગઇ
WatchGujarat. વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં ગત મધરાત્રે એકાએક આગ લાગી હતી. કારમાં લાગેલી આગના બનાવ અંગે જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આખરે પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડની ટીમે કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. જોકે આ પહેલા યોગેશ પટેલની આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
બનાવની મળતી વિગતો મુજબ વડોદરા શહેરના અમદાવાદી પોળમાં રહેતા અને પૂર્વ મંત્રી યોગેશભાઇ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલીબાગ સર્કલ પાસે પોતાની ઇનોવા કાર પાર્ક કરે છે. ગત રોજ બુધવારે પણ તેઓએ પોતાની કાર જ્યુબિલીબાગ સર્કલ પાસે પાર્ક કરી હતી. જેમાં મધરાત્રે 3 થી 3.30 વાગ્યા દરમિયાન યોગેશ પટેલની કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. સ્થાનિકોને આ અંગે જાણ થતાં જ તેઓએ ધારાસભ્ય યોગેશ પટેલને આ વિશે જણાવ્યું હતું.
https://youtu.be/E17VWllzyms
આગના બનાવની જાણ થતાં જ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે જ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં તેમણી ટીમ ગણતરીની મિનીટોમાં પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે તેઓએ પાણીનોમારો ચલાવ્યો હતો. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. જોકે, હાલના તબક્કે ડીઝલ કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા. આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન
મીડિયા અહેવાલ અનુસાર કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. આમ છતાં, આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે.