• આશરે 69 કરોડના ખર્ચે બનેલ આ પ્રોજેક્ટથી 1 કરોડ યુનિટની પ્રદુષણમુક્ત ઉર્જા મળશે
  • આ પ્રોજેક્ટ થકી ઉર્જા વપરાશ સાથે 150 kwh ક્ષમતા બેટરી સ્ટોરેજ સિસ્ટમ વાળું ચાર્જિંગ સ્ટેશન બનાવાશે
  • આવતા ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

WatchGujarat. મહેસાણા જિલ્લાનું મોઢેરા હવે 24 કલાક સૂર્ય ઉર્જા પર ચાલતું દેશનું પહેલું શહેર બનશે. મળતી વિગતો અનુસરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. આશરે 69 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટથી મોઢેરા નગર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર તથા સ્માર્ટ વિલેજ બનશે.

આ અંગે મિડિયા સાથે વાત કરતાં રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, મોઢેરા સોલાર ઉર્જા પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. આગામી ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેકટથી મોઢેરા નગર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર તથા સ્માર્ટ વિલેજ બનશે. આશરે 69 કરોડના ખર્ચે બનેલ આ પ્રોજેકટથી 1 કરોડ યુનિટની પ્રદુષણમુક્ત ઉર્જા મળશે. આ પ્રોજેક્ટમાંથી મળતી ઉર્જાનો વપરાશ સાથે સ્ટોરેજ પણ થશે. સ્ટોરેજ માટે 150 kwh ક્ષમતા બેટરી સ્ટોરેજ સિસ્ટમ વાળું ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.

તમને જણાવી દઈએ કે દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરા ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા સુજાણપુરા ગામની બહાર બની રહ્યો છે. આ સોલાર પ્રોજેક્ટ માટે સરકારે 12 એકર જમીન ફાળવી છે. જ્યાં સોલાર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવવામાં આવી છે. જેમાં ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતા વાળા પ્રોજેકટ ઉભા કરવામાં આવશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજી પણ સર્જાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની મહિન્દ્રા સસ્તેન લિમિટેડનો છે. જેની ટેક્નેલોજી દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની ખાસ વિશેષતા એ છે કે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થઈ શકશે.

ઉલ્લેખનીય છે કે આ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સોલાર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોમાં અને સૂર્યમંદિરને દિવસ-રાત સૂર્ય ઉર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ હાલમાં લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ દ્વારા કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud