કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ સામે આવી છે. વધતી મોંઘવારી ભથ્થું (DA Hike) ની જાહેરાત કર્યા પછી, નાણાં મંત્રાલયે 1 જુલાઇથી ભથ્થા જાહેર કરવાના આદેશો કર્યા છે. મંગળવારે નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું (ડીએ) વધારીને 28 ટકા કરવાના કેન્દ્રીય કેબિનેટના નિર્ણયને લાગુ કરવા માટેનો આદેશ જારી કર્યો છે.

કેન્દ્રીય કેબિનેટે 1 જુલાઇથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત દર (DR) વધારવાનો નિર્ણય લીધો હતો. આ સાથે DA નો નવો દર 17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે અને કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થશે.

જણાવી દઈએ કે કેબિનેટની બેઠક પછી, DA વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સરકારે એક પ્રેસ નોટ બહાર પાડતાં કહ્યું હતું કે ‘સરકાર 1 જુલાઈ, 2021 ના રોજ મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો કરી રહી છે, જે હાલના 17 ટકાથી 11 ટકા વધુ છે, પરંતુ 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 ના સમયગાળા માટે, DA 17 ટકા જ રહેશે.

નાણાં મંત્રાલય અંતર્ગત ખર્ચ વિભાગના ઑફિસના જ્ઞાપનમાં કહેવામાં આવ્યું છે કે, 1 જુલાઇથી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો દર 17 ટકાથી વધારીને બેઝિક વેના 28 ટકા કરવામાં આવશે. આ વધારામાં 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021 ના રોજ વધારાના હપતાનો પણ સમાવેશ કરવામાં આવશે.

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુકમ સંરક્ષણ સેવાઓ અંદાજમાંથી ચૂકવવામાં આવતા નાગરિક કર્મચારીઓને પણ લાગુ થશે. સશસ્ત્ર દળના કર્મચારીઓ અને રેલ્વે કર્મચારીઓ માટે સંબંધિત મંત્રાલયો દ્વારા અલગ ઓર્ડર આપવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud