• ગુજરાતમાં ડાયરાનો કાર્યક્રમ ખુબ જાણીતો છે, અને તેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય છે
  • ડાયરામાં લોકગીતની પ્રસ્તુતી વખતે અનેક વખત ગાયક-ગાયિકા પર શ્રોતાઓ દ્વારા નોટોની વરસાદ કરવામાં આવતી હોય છે
  • તાજેતરમાં લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડીયાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે
  • વાયરલ વીડિયોમાં નોંધવા જેવી બાબત એ હતી કે સ્ટીલના પીપ ભરી ભરીને રૂપિયાની ઘોર કરવામાં આવી હતી.ડાયરામાં રૂ. 20, 50 અને 500ની નોટોનો વરસાદ કરાયો

WatchGujarat.  ગુજરાતના જાણીતા ગાયિકા ઉર્વશી રાદડિયાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ડાયરામાં ઉર્વશી રાદડિયા પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. ડાયરામાં કલાકારો પર રૂપિયાનો વરસાદ થવો હવે સામાન્ય વાત છે. ઉર્વશી રાદડિયા પર સ્ટીલનું પીપળું ભરીને પૈસાનો વરસાદ કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ગુજરાતમાં ડાયરાનો કાર્યક્રમ ખુબ જાણીતો છે. અને તેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય છે. ડાયરામાં લોકગીતની પ્રસ્તુતી વખતે અનેક વખત ગાયક-ગાયિકા પર શ્રોતાઓ દ્વારા નોટોની વરસાદ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડીયાનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં નોંધવા જેવી બાબત એ હતી કે સ્ટીલના પીપ ભરી ભરીને રૂપિયાની ઘોર કરવામાં આવી હતી.ડાયરામાં રૂ. 20, 50 અને 500ની નોટો મળીને આશરે રૂ.20 લાખનો વરસાદ થયો હતો.આખાં સ્ટેજ પર જાણે રૂપિયાનો પથારો થઈ ગયો હતો.અમદાવાદના બાપુનગરમાં શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ આયોજીત તુલસી વિવાહ નિમિત્તે ડાયરાનું આયોજન થયું હતું.

Facebook Comments Box

Videos

Our Partners