ચોમાસાના કારણે ગરમીથી આરામ મળે છે અને આસપાસ લીલોતરી છવાઈ જાય છે અને વરસાદના કારણે વાતાવરણ મહેકી ઉઠે છે.ચોમાસુ એનેક પ્રકારે રાહત તો આપે છે પણ સાથે સાથે અનેક બીમારીઓને પણ આમંત્રણ આપતું આવે છે.જેમાં પાણી અને મચ્છરજન્ય બીમારીઓનું પ્રમાણ વધુ હોય છે.ચોમાસામાં આપી રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી નબળી પડી જાય છે.પરિણામે આપણે સરળતાથી રોગોની ચપેટમાં આવી જઈએ છીએ.આ સ્થિતિ ન સર્જાય તે માટે આગોતરા તૈયારી કરવી જરુરી છે.

બીમારીથી બચવા આટલું કરી શકાય

શરદી, ઉધરસ ફલૂને આમંત્રણ આપતા ઘણા વાયરસ ચોમાસામાં વકરે છે. જેના પાછળ તાપમાનમાં થતી વધઘટ અને ભેજ જવાબદાર છે.ત્યારે વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન પોષક આહાર, રોગપ્રતિકારક શક્તિ વધારનારા ખોરાક ખાવો અને ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શ્વસન સંબંધિત બીમારી સામે હર્બલ ટી અને મધનું હૂંફાળું પાણી રક્ષણ આપે છે. ઉલ્લેખનીય છે કે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરતી ઊંઘ અને શારીરિક કસરત જરૂરી છે.

મચ્છરો, જીવાત, બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ચોમાસામાં વકરે છે. ચોમાસુ મચ્છરો અને જીવાત માટે બ્રિડિંગ સિઝન છે. જે ડેન્ગ્યુ, મેલેરિયા અને સ્ક્રબ ટાઈફોડ જેવા રોગોનું સંક્રમણ ફેલાવી શકે છે. બીમારીથી બચવા માટે ઘરની આસપાસ પાણી ભરાયેલું ન રહે તેનું ધ્યાન રાખો. તાવ જેવી તકલીફમાં તબીબનો સંપર્ક કરવો જરૂરી છે

દૂષિત પાણી બીમારીને આપે છે આમંત્રણ

ચોમાસામાં સ્વચ્છતા ખૂબ જરૂરી છે. ખરાબ પાણી અને દૂષિત ખોરાકના કારણે ટાઇફોઇડ અને હીપેટાઇટિસ જેવી ગંભીર બીમારી થઈ શકે છે. જેથી કોઈ એક જગ્યાએ 24 કલાક સ્ટોર કરેલા પાણીનો ઉપયોગમાં ન લેવું અને ફિલ્ટર કરેલું કે ઉકાળેલું પાણી પીવું હિતાવહ છે.

શાકભાજીનું આટલું ધ્યાન રાખો

તાજો રાંધેલો અને હળવો ખોરાક ખાવો જોઈએ. શાકભાજી અને ફળમાં કાદવ, લાર્વા, રોટ હોય શકે છે. જેથી તેનો તપાસી, ધોઈને ઉપયોગ કરવો જોઈએ અને લીલા પાંદડાવાળા શાકભાજીને કાચા ખાવાનું ટાળવું જોઈએ.

પગની કાળજી રાખો

ચોમાસામાં પગની પણ કાળજી રાખવી જરૂરી છે. પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જેથી પગને સાફ રાખવા જોઈએ. વરસાદના પાણીથી ભીના પગને સુકાયેલા રાખવા જરૂરી છે. આ ઉપરાંત ભીના પગરખા લાંબા સમય સુધી પહેવાનું ટાળવું જોઈએ.

કપડાં નિયમિત ધુઓ

કપડાંમાં ફંગલ ઇન્ફેક્શન પાછળ જવાબદાર જીવાણુ હોય શકે છે. જેથી કપડાંને નિયમિત ધોઈ અને તડકામાં સુકાવા જોઈએ. આ ઉપરાંત ઇસ્ત્રી કરીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

એલર્જી હોય તેને ધ્યાન રાખવું

એલર્જી હોય તેવા લોકો માટે ચોમાસુ મુશ્કેલ નીવડી શકે છે. વાતાવરણના કારણે તેમનામાં લક્ષણો વધી શકે છે. એલર્જી ન થાય તેનું ધ્યાન રાખી અને એલર્જી સામે રક્ષણ આપતી દવાઓ હાથવગી રાખવી જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud