મકાઈ મોટા ભાગે ચોમાસાની ઋતુમાં વધુ મળતી હોય છે.આ મકાઈની વાનગી ખુબ જ સ્વાદિષ્ટ અને બનાવવાંમાં સરળ હોય છે અને તેને મોટા ભાગે ચોમાસાની ઋતુ દરમિયાન વધુ બનાવવામાં આવે છે. મકાઈનો ચેવડો એ એક પરંપરાગત ગુજરાતી વાનગી છે જે સવારના નાસ્તામાં વધુ પસંદ કરવામાં આવે છે.મકાઈનો ચેવડો થોડો તીખાશ ભર્યો અને મકાઈની મીઠાસ ભર્યો હોય છે.  તો ચાલો આપણે જોઈએ મકાઈનો ચેવડો કેવી રીતે બનવવામાં આવે છે.

સામગ્રી

3 મકાઈ

2-3 ચમચી દૂધ

2 થી 2/5 ચમચી સેકેલા સિંગદાણાનો પાવડર

-1 થી 1/5 ચમચી લીલા માર્ચની પેસ્ટ

-1 થી 1/5 ચમચી તલ

-1 ચમચી રાઈ

-1/2 ચમચી હિંગ

-10 થી 12 કઢી પટ્ટા

-1/2 હળદર

-1/2 ચમચી તજ અને લવિંગ નો પાવડર

-1 લીંબુનો રસ

-1 ચમચી ખાંડ

-ધણા

-સ્વાદ અનુસાર મીઠું

-જરૂર અનુસાર તેલ

બનાવવાની રીત

– સૌપ્રથમ મકાઈને બરાબર છીણી લો

-હવે એક પેન લો તમે તેલ ગરમ કરો અને તેમાં રાઈ, હિંગ ,કઢી પત્તા ,તલ નાખી તેને બરાબર સેકી લો

-હવે તેમાં પહેલા થી છીણેલી મકાઈ નાખો અને તેને ધીમી આંચ પર 4 થી 5 મિનિટ સુધી બરાબર સેકી લો

-હવે તેમાં હળદર, લીલા મર્ચનીઓ પેસ્ટ ,અને સેકેલા સીંગદાણા નો પાવડર ઉમેરીને બરાબર હલાવીલો

-હવે તેમાં જરૂર અનુસાર તજ અને લવિંગ નો પાવડર , લીંબુ નો રસ ,ખાંડ અને મીઠું નાખી દો.

-હવે તેમાં દૂધ નાખી થોડી વાર ચઢવા દો

-હવે તેમાં ધાણ નાખી બરાબર હલાવી લો.  તો તૈયાર છે સ્વાદિષ્ટ મકાઈનો ચેવડો

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud