• મોરબી ડ્રગ્સ કાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા, 120 કિલો હેરોઈન પંજાબ મોકલવાનો હતો પ્લાન
  • પોલીસે પંજાબના પાંચ આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં કરી ધરપકડ
  • આરોપીઓની પાકિસ્તાન સાથે અન્ય ગુનાહિત કામમાં સંડોવણી અંગેની તપાસ ચાલુ
  • ડ્રગ્સ પેડલર ઝાહિદના પિતા કરોડોનાના હેરોઈન સાથે અગાઉ ઈન્ડોનેશિયામાં ઝડપાયા હોવાનું સુત્રોએ જણાવ્યું

WatchGujarat. તાજેતરમાં પાકિસ્તાને દરયાઈ માર્ગે સલાયા બંદર 120 કિલો હેરોઈનનો જથ્થો ગુજરાતમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાત ATS દ્વારા ઓપરેશન હાથ ધરીને 600 કરોડની કિંમતનો 120 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેમાં હવે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહી છે. આ મામલે જેમ જેમ તપાસનો દોર આગળ વધી રહ્યો છે તેમ તેમ અનેક ચોંકવનારી વિગતો સામે આવી રહી છે. આજે મોરબી ડ્રગ્સ કાંડમાં પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં આરોપીઓએ 600 કરોડનું હેરોઈન પંજાબ મોકલવાનો પણ પ્લાન કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પંજાબના પાંચ આરોપીઓની ધરપકડ

મીડિયા રિપોર્ટ અનુસાર, મોરબી ડ્રગ્સ કેસમાં પોલીસે પંજાબના વધુ પાંચ આરોપીઓની ઓળખ કરીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આ મામલે હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ 600 કરોડનું હેરોઈન પંજાબ મોકલવાનો આરોપીઓએ પ્લાન ઘડ્યો હતો. જે માટે ગુજરાતના દરિયાઈ માર્ગે લાવવામાં આવેલો 120 કિલો હેરોઈનનો જથ્થો ઝીંઝુડામાં સમસુદ્દીનના મકાનમાં સંતાડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમસુદ્દીનને હેરોઈન સાચવવાના 5 લાખ મળવાના હતા. પરંતુ આ ડ્રગ્સ પંજાબ પહોંચે તે પહેલા જ ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું હતું.

મહત્વનું છે કે આ ડ્રગ્સ કેસમાં જોડિયાનો મુખ્તાર હુસૈન મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઝડપાયેલો ગુલામ ભાગડ મુખ્ય સૂત્રધાર જબ્બારનો છે અંગત હોવાનો પણ ખુલાસો થયો છે. મહત્વનું છે કે  ડ્રગ્સ પેડલર ઝાહિદના પિતા કરોડોના હેરોઈન સાથે ઈન્ડોનેશિયામાં ઝડપાયા છે. આ સાથે પંજાબના પાંચ આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની પાકિસ્તાન સાથે અન્ય ગુનાહિત કામમાં સંડોવણી અંગેની પણ પોલીસે તપાસ ચાલું કરી છે. જો કે, આ અંગે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સની હેરાફેરી વધી

ગુજરાતની દરિયાઈ સીમામાં ડ્રગ્સની હેરાફેરી વધી છે. જોકે આ મામલે ગુજરાત પોલીસના સુત્રોએ જણાવ્યું છે કે રાજ્યના દરિયાઈ માર્ગે જે પણ હેરોઈન મોકલવામાં આવ્યું છે તેનો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ તેને પંજાબ અને રાજસ્થાન મોકવામાં આવે છે. પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી, ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. આ મામલે નજીકના દિવસોમાં હજૂ પણ મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે.

Facebook Comments Box

Videos

Our Partners