• મોરબીમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે
  • મોરબીના દરબારગઢમાં રહેતા પરિવારની યુવતી પર સાહિલ ઈકબાલભાઇ ખાન નામના વિધર્મી શખ્સે લલચાવી દુષ્કર્મ આચર્યું
  • આખરે ભોગ બનેલ યુવતીએ હિમતભેર સામનો કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાહિલ ઈકબાલભાઇ ખાન નામના વિધર્મી ઇસમ સામે ફરિયાદ નોંધાવી

WatchGujarat. દરબારગઢ વિસ્તારમાં રહેતા પરિવારની એક યુવતીને ફોસલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. જેમાં વિધર્મી શખ્સે ફોસલાવી એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ સંબંધ ચાલુ રાખવા માટે ધાક ધમકી આપીને યુવતી અને તેની બહેનને ગાળો આપીને મારી નાંખવાની ધમકી આપી હતી. પીડિતા દ્વારા મોરબી સીટી એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, મોરબીમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મોરબીના દરબારગઢમાં રહેતા પરિવારની યુવતી પર સાહિલ ઈકબાલભાઇ ખાન નામના વિધર્મી શખ્સે લલચાવી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સબંધ રાખવા અને આ બાબતે કોઈને પણ કહ્યું તો મારી નાંખવાની ધાક ધામકી આપી હતી. જેને લઈને પીડિતા ઘણા સમયથી ભયનાં કારણે ચૂપ થઈ ગઈ હતી.

જો કે આખરે ભોગ બનેલ યુવતીએ હિમતભેર સામનો કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે સાહિલ ઈકબાલભાઇ ખાન નામના વિધર્મી ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતની ગંભીરતાને લઈને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ હરકતમાં આવી છે. અને કલમ 376, 504 અને 506(2) મુજબ ગુનો નોંધ્યો હતો. એટલું જ નહીં ગણતરીની કલાકોમાં જ આરોપી સાહિલ ઈકબાલખાન પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud