પિંક બોલ ડે નાઇટ ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ સજ્જ
વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવ્યા હતા
મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે
WatchGujarat. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ રમાય તેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તે પણ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના 'મોટેરા' સ્ટેડિયમમાં મેચ રમાઈ તેની રાહ જોવાઈ રહી છે. વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે 1.25 લાખ કરતા પણ વધુ લોકોની જન મેદની સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી હતી અને મોટેરા સ્ટેડિયમના અદભુત નજારા માણ્યો હતો.
વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલું છે અને 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમનો શુભારંભમાં હાલ ચાલી રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ બે ટેસ્ટ રમીને કરાશે. જેમાં આજ રોજ એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીના પગલે સ્ટેડિયમની કુલ કેપેસિટીના માત્ર 50% દર્શકોને મેચ જોવા માટે પ્રેવેશ આપવામાં આવશે, એટલે કે 65 હજારથી વધુ લોકો ગ્રાઉન્ડ પર ટીમ ભારતને ચિયર કરી ખેલાડીઓનો જુસ્સો વધારશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલા 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું જાણ કરવામાં આવી છે. જેના આધારે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. જેમાં મેનેજમેન્ટ દ્વારા કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર નહિં, પરંતુ 1 લાખ 32 હજાર છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીએ યોજવનારી ડે-નાઈટ ટેસ્ટ મેચને લઈને ભારતની ટીમે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. અગ્રેસિવ કેપ્ટ્ન વિરાટ સેનાએ ડે-નાઈટ ટેસ્ટના એક દિવસ પહેલા મેચને જીતવા અર્થે નેટ્સમાં પિંક બોલ સાથે પ્રેક્ટિસ કરીને તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો હતો. દરમિયાન ટીમના મોટાભાગના ખેલાડીઓ સ્ટેડિયમમાં ફૂટબોલ રમતા પણ જોવા મળ્યા હતાં. આ મેચમાં પિંક બોલનો ઉપયોગ થશે અને તેની સાથે આ નવા સ્ટેડિયમમાં પહેલી વખત ટેસ્ટ મેચ રમાવવાની હોવાથી ખેલાડીઓ તમામ બાબતો ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખેલાડીઓ પિચના મિજાજને સમજવા માટે સતત એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત થઇ હોવાથી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવી પહોંચી છે. આ ઉપરાંત T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, જેથી ભારતીય ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં એક મહિના સુધી રોકાશે.ત્યારબાદ વન-ડે સિરીઝ માટે પુના જવા રવાના થશે.