• પુત્રનાં દાંડિયારાસમાં જ શ્વાસ ચડતાં માતાનું મોત નિપજ્યું
  • પરિવારજનો દ્વારા આ અંગે વરરાજાને અજાણ રાખી લગ્નની વિધિ કરાઈ
  • અમુક નજીકનાં સ્વજનો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા

WatchGujarat. કુદરત ક્યારેક માનવીની ખૂબ આકરી કસોટી કરે છે. ઈશ્વરની આવી જ કસોટીની કરુણ ઘટના સામે આવી છે. જેમાં પુત્રનાં દાંડિયારાસમાં જ શ્વાસ ચડતાં માતાનું મોત નિપજ્યું હતું. જો કે પરિવારજનો દ્વારા આ અંગે વરરાજાને અજાણ રાખી લગ્નની વિધિ કરાઈ હતી. જ્યારે અમુક નજીકનાં સ્વજનો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમજ પીએમ બાદ અંતિમવિધિ કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત મુજબ મૂળ અમદાવાદનો એક પરિવાર પુત્રનાં લગ્ન માટે હસનવાડી ખાતે આવ્યો હતો. આજે સાપરિયા પરિવારનાં પુત્ર દીપકનાં લગ્ન છે. જેને લઈને ગઈકાલે દાંડિયારાસનું આયોજન કરાયું હતું. જો કે આ દરમિયાન અચાનક શ્વાસ ચડતા દિપકનાં માતા લતાબેનને તરત જ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર કારગર નહીં નિવડતા તેમનું મોત નિપજ્યું હતું.

એકતરફ દિપકનાં લગ્ન અને બીજીતરફ માતાનું મોત થતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. જો કે સૌએ હિંમતભેર આવી પડેલા દુઃખનો સામનો કર્યો હતો. આ અંગે વરરાજાને અજાણ રાખી એકતરફ લગ્નની વિધિ કરવામાં આવી હતી. જ્યારે બીજીતરફ અમુક સ્વજનો લતાબેનનાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ પહોંચ્યા હતા. અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતકની અંતિમવિધિ આટોપી હતી.

આ અંગે જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ હતી. જો કે વરરાજાને અજાણ રાખવામાં પોલીસે પણ સહયોગ આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પરિવાર અમદાવાદના ચાંદખેડામાં રાજીવનગર વિસ્તારમાં રહે છે. પુત્રનાં લગ્ન હોઈ પરિવારજનો પંદર દિવસથી રાજકોટ હસનવાડીમાં રોકાયા હતાં. આજે રવિવારે સવારે મિલન હોલમાં દિપકના લગ્ન યોજાયા હતાં. તે પહેલાં રાત્રે દાંડિયારાસ બાદ માતા લત્તાબેનનું મોત નિપજ્યું હતું. જેને લઈને આજે સવારે એક તરફ લગ્ન વિધિ ચાલુ હતી તો બીજી તરફ કેટલાક સ્વજનો પોસ્ટમોર્ટમ રૂમ પર હાજર હતા.

Facebook Comments Box

Videos

Our Partners