એમ.એસ.યુનિ.ની સેનેટની ચુંટણીમાં પ્રથમ વખત ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો
યુનિ.ની ચુંટણીમાં મતદાન માટે પ્રથમ વખત મતદાન સ્લીપની વ્યવસ્થા પણ કરવામાં આવી
યુનિ.ના વજનદાર નેતા જીગર ઇનામદારનું વર્ચસ્વ કાયમ રહ્યું હોવાનું મનાઇ રહ્યું છે
WatchGujarat. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં રવિવારે યોજાયેલી રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 બેઠક માટેની ચૂંટણી બાદ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. મતગણતરી બાદ જે પરિણામો સામે આવ્યા છે તે જોતા સત્તાપક્ષ ભાજપના અગ્રણીઓ દ્વારા જે ઉમેદવારોને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવામાં આવ્યો હોય તેવા અનેક ચહેરાઓ હારી ચુક્યા છે. તો બીજી તરફ યુનિ.ના વજનદાર નેતા ગણાતા જીગર ઇનામદારનું વર્ચસ્વ કાયમ રહ્યું હોવાનું હાલ તબક્કે જોવા મળી રહ્યું છે. આખરે વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.માં મતદાતાનો વિજય થયો છે.
એમ.એસ.યુનિ.ની સેનેટની ચુંટણીમાં પ્રથમ વખત ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જેને લઇને અનેકના ભવા ખેંચાયા હતા. અને ચુંટણીમાં રાજકીય રસાકસી વધુ હોવાનું જોવા મળતું હતું. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ અનુસાર ઉમેદવારને જીતાડવા માટે કાર્યકરોની મોટી ફોજ કામે લગાડવામાં આવી હતી. તો બીજી તરફ વર્ષોથી યુનિ.માં સેનેટ સભ્ય તરીકે ચુંટાઇ આવતા ઉમેદવારોએ તેમનો પ્રસાચ વધુ સઘન બનાવી દીધો હતો. યુનિ.ની ચુંટણીમાં મતદાન માટે પ્રથમ વખત મતદાન સ્લીપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તમામ ઉમેદવારોએ પોતાની જીત મેળવવા માટે એડીચોટીનું જોર અજમાવ્યું હતું. જો કે, આજે પરિણામ આવતાની સાથે જ તમામ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. હાલની સ્થિતી યુનિ.ના વજનદાર નેતા જીગર ઇનામદારનું વર્ચસ્વ કાયમ રહ્યું હોવાનું મનાઇ રહ્યું છે. અને ભાજપ પ્રેરીત ઉમેદવારોની હાર જોવા મળી રહી છે. જો કે, કેટલાક ઉમેદવારો કોમન હતા. તેઓની જીત થઇ છે.
કઇ ફેકલ્ટીમાં કયા ઉમેદવારનો વિજય
ફેકલ્ટીનું નામ વિજેતા ઉમેદવાર
ટેક્નોલોજી - નરેન્દ્ર રાવત
હોમ સાયન્સ - અભિલાષા અગ્રવાલ
ફાર્મસી - હસમુખ વાઘેલા
કોમર્સ - અમર ઢોમસે
લો - અવધૂત સુમન
આર્ટ્સ ફેકલ્ટી - ડો.દિનેશ યાદવ
સોશિયલ વર્ક - કપિલ જોષી
પર્ફોમિંગ આર્ટ્સ - વિનોદ પટેલ
ફાઇન આર્ટ્સ - બિપિન પટેલ
કયાં કેટલું મતદાન?
ટેક્નોલોજી 47.30%
કોમર્સ 46.44%
હોમસાયન્સ 51%
પર્ફોમિંગ આર્ટ્સ 73%
ફાર્મસી 66%
આર્ટ્સ 69.85%
ફાઇન આર્ટ્સ 49%
સોશિયલ વર્ક 70.05%
લો 63%
- એમ.એસ.યુનિ.ની સેનેટની ચુંટણીમાં પ્રથમ વખત ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો
- યુનિ.ની ચુંટણીમાં મતદાન માટે પ્રથમ વખત મતદાન સ્લીપની વ્યવસ્થા પણ કરવામાં આવી
- યુનિ.ના વજનદાર નેતા જીગર ઇનામદારનું વર્ચસ્વ કાયમ રહ્યું હોવાનું મનાઇ રહ્યું છે
WatchGujarat. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં રવિવારે યોજાયેલી રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 બેઠક માટેની ચૂંટણી બાદ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. મતગણતરી બાદ જે પરિણામો સામે આવ્યા છે તે જોતા સત્તાપક્ષ ભાજપના અગ્રણીઓ દ્વારા જે ઉમેદવારોને છેલ્લી ઘડીએ મેન્ડેટ આપવામાં આવ્યો હોય તેવા અનેક ચહેરાઓ હારી ચુક્યા છે. તો બીજી તરફ યુનિ.ના વજનદાર નેતા ગણાતા જીગર ઇનામદારનું વર્ચસ્વ કાયમ રહ્યું હોવાનું હાલ તબક્કે જોવા મળી રહ્યું છે. આખરે વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિ.માં મતદાતાનો વિજય થયો છે.
એમ.એસ.યુનિ.ની સેનેટની ચુંટણીમાં પ્રથમ વખત ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો. જેને લઇને અનેકના ભવા ખેંચાયા હતા. અને ચુંટણીમાં રાજકીય રસાકસી વધુ હોવાનું જોવા મળતું હતું. ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ અનુસાર ઉમેદવારને જીતાડવા માટે કાર્યકરોની મોટી ફોજ કામે લગાડવામાં આવી હતી. તો બીજી તરફ વર્ષોથી યુનિ.માં સેનેટ સભ્ય તરીકે ચુંટાઇ આવતા ઉમેદવારોએ તેમનો પ્રસાચ વધુ સઘન બનાવી દીધો હતો. યુનિ.ની ચુંટણીમાં મતદાન માટે પ્રથમ વખત મતદાન સ્લીપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તમામ ઉમેદવારોએ પોતાની જીત મેળવવા માટે એડીચોટીનું જોર અજમાવ્યું હતું. જો કે, આજે પરિણામ આવતાની સાથે જ તમામ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું. હાલની સ્થિતી યુનિ.ના વજનદાર નેતા જીગર ઇનામદારનું વર્ચસ્વ કાયમ રહ્યું હોવાનું મનાઇ રહ્યું છે. અને ભાજપ પ્રેરીત ઉમેદવારોની હાર જોવા મળી રહી છે. જો કે, કેટલાક ઉમેદવારો કોમન હતા. તેઓની જીત થઇ છે.
કઇ ફેકલ્ટીમાં કયા ઉમેદવારનો વિજય
ફેકલ્ટીનું નામ વિજેતા ઉમેદવાર
- ટેક્નોલોજી - નરેન્દ્ર રાવત
- હોમ સાયન્સ - અભિલાષા અગ્રવાલ
- ફાર્મસી - હસમુખ વાઘેલા
- કોમર્સ - અમર ઢોમસે
- લો - અવધૂત સુમન
- આર્ટ્સ ફેકલ્ટી - ડો.દિનેશ યાદવ
- સોશિયલ વર્ક - કપિલ જોષી
- પર્ફોમિંગ આર્ટ્સ - વિનોદ પટેલ
- ફાઇન આર્ટ્સ - બિપિન પટેલ
કયાં કેટલું મતદાન?
- ટેક્નોલોજી 47.30%
- કોમર્સ 46.44%
- હોમસાયન્સ 51%
- પર્ફોમિંગ આર્ટ્સ 73%
- ફાર્મસી 66%
- આર્ટ્સ 69.85%
- ફાઇન આર્ટ્સ 49%
- સોશિયલ વર્ક 70.05%
- લો 63%