• થોડા દિવસો પહેલા મુનમુન દત્તાએ ગુજરાતની મુલાકાત લીધી
  • મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, સાથે અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ પણ  માણ્યો
  • મુંબઈથી અમદાવાદ આવતા સમયે એકટ્રેસને તકલીફનો સામને કરવો પડ્યો હતો

WatchGujarat. લોકપ્રિય સીરીયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માંથી કેટલાંક સમયથી બબીતાજીનું પાત્ર ગાયબ છે. જેના કારણે એવી ચર્ચા પણ થઈ રહી હતી કે બબીતાજીનો રોલ પ્લે કરનાર એકટ્રેસ મુનમુન દત્તાએ શોને અલવિદા કહી દીધું છે. પરંતુ એ બાદ એકટ્રેસે સ્પષ્ટતા કરી હતી કે તેણીએ સીરીયલ છોડી નથી. જે બાદ મુનમુન દત્તા ગુજરાતમાં જોવા મળ્યાં છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ બબીતાજી ઉર્ફે મુનમુન દત્તા ગુજરાતની મુલાકાતે આવ્યાં હતાં.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મુનમુન દત્તા થોડાં દિવસ પહેલાં જ ગુજરાત આવી હતી. જ્યા મુનમુન દત્તા ભાઈ, ભાભી તથા ભત્રીજી સાથે આવી હતી. ગુજરાતમાં મુનમુન દત્તા દોઢ દિવસ રહી હતી અને તેમાં અમદાવાદ તથા અંબાજીની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા અમદાવાદમાં પોતાના ફેમિલી ફ્રેન્ડ ડૉ. પંકજ નાગરના ત્યાં રોકાઈ હતી. જે બાદ તેમને અમદાવાદમાં સૌ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. ઉપરાંત સાંજે ડિનર માટે જાણીતી ગુજરાતી હોટલમાં ગઈ હતી. આટલું જ નહીં મુનમુન દત્તાએ લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પર પણ જોવા મળી હતી. અમદાવાદ બાદ અભિનેત્રીએ પરિવાર સાથે અંબાજીના દર્શને ગઈ હતી. માતાના દર્શન કર્યા બાદ એક્ટ્રેસે ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. અંબાજીમાં મુનમુન દત્તા આવી હોવાની વાત ફેલાતા જ ચાહકોની ભીડ ઉમટી પડી હતી. મુનમુને ચાહકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડૉ. પંકજ નાગર જાણીતા એસ્ટ્રોલોજર છે. જેમની સાથે જ્યોતિષ અંગેની વાતચીત કરવા માટે અભિનેત્રી ખાસ ગુજરાત આવી હતી. પોતાના સફર અંગે જણાવતા મુનમુન દત્તાએ કહ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઇટમાં તેઓ મુંબઈથી અમદાવાદ આવતા સમયે ઘણાં જ થાકી ગયા હતા. એરલાઇન્સે છેલ્લી ઘડીએ ગેટ બદલી નાખ્યો હતો અને તેથી જ તેમણે એરપોર્ટના એક છેડેથી બીજે છેડે ફ્લાઇટ માટે ભાગતા ભાગતા જવું પડ્યું હતું. જોકે મુનમુન દત્તા ગુજરાતના અઢી દિવસના પ્રવાસ બાદ મુંબઈ પરત ફર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud