ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતનો વિદેશી ધરતી સ્પેનમાં લાંબી દોડનો વધુ એક રેકોર્ડ
10 કિમીની દોડ માત્ર 28.42 મિનિટમાં પૂરી કરી, વર્ષ 2019 નો રેકોર્ડ તોડ્યો
મુરલી ગાવિતે આંતરરાષ્ટ્રીય સ્તરે રેકોર્ડ કરી દેશનું નામ રોશન કર્યુ
WatchGujarat. ડાંગ જિલ્લામાં ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા મુરલી ગાવિતે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. મુરલી ગાવિતે દેશમાં અનેક મેડલ જીત્યા બાદ હાલ સ્પેન ખાતે ચાલતી આંતરરાષ્ટ્રીય દોડમાં નવો રેકોર્ડ બનાવી દેશનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે મુરલી ગાવિતે 10 કિમી ની લાંબી દોડ માત્ર 28.42 મિનિટમાં પૂર્ણ કરી હતી.
કેવી રીતે મળ્યું ડાંગ એક્સપ્રેસનું નામ
દોડવીર મુરલી ગાવિત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુમારબંધના રહેવાસી છે. આ ખેલાડીએ દોડમાં અનેક મેડલો મેળવ્યા હોવાથી તેમનું નામ ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત પાડવામાં આવ્યું હતું. મુરલી ગાવિતે ત્રણ વર્ષ અગાઉ પંજાબ ખાતે 23 મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2019 માં પ્રથમ દિવસે 5000 મીટરની દોડ 13.54 મિનિટમાં દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
કોરોના મહામારીના કારણે બે વર્ષના વિરામ બાદ હવે ફરી મુરલી ગાવિતે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં સ્પેન ખાતે યોજાયેલી દોડ સ્પર્ધામાં મુરલી ગાવિતે ભાગ લીધો હતો. જ્યાં આ ખેલાડીએ 10 કિમીની દોડ 28.42 મિનિટમાં પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય રેકોર્ડ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના અંતરિયાળ એવા કરાડીઆંબા ગામની વતની સરિતા ગાયકવાડે પણ ઈન્ડોનેશિયા ખાતે દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો .જેથી તેનું નામ ગોલ્ડન ગર્લ પાડવામાં આવ્યું હતું. આમ ડાંગની ગોલ્ડન ગર્લ અને ડાંગ એક્સપ્રેસે દુનિયામાં ડાંગનો ડંકો વગાડ્યો હતો.