• બે ઈસમો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતા યુવકની હત્યા કરાઈ હતી
  • ઝગડામાં આકાશે દીપુ પર હુમલો કર્યો હતો જેથી દીપુને હોસ્પિટલ ખસેડાયો જ્યાં તેનું મોત થયું
  • બીજી તરફ આકાશને પણ ઈજા થઇ છે તેની પણ ફરિયાદ લેવામાં આવી છે

WatchGujarat.સુરતના વેસુ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં હત્યાની ઘટના બની હતી. અહી 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. બે ઈસમો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતા યુવકની હત્યા કરાઈ હતી. આ ઘટનામાં પોલીસે ગુનો નોધી તપાસ શરુ કરી છે

સુરત શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી હતી. વેસુ વિસ્તારમાં આવેલા એસએમસી આવાસમાં બે યુવકો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયા બાદ ચપ્પુના ઘા ઝીકાતા એક યુવકનું મોત થયું હતું. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.

એસીપી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે ગતરાત્રીના 9 વાગ્યાની આસપાસ દરમ્યાન વેસુ એસએમસી આવાસમાં દીપુ રાઠોડ અને તેનો ભાઈ બેઠા હતા આ દરમ્યાન આકાશ બેસાણે નામનો ઇસમ ત્યાં આવ્યો હતો બંને વચ્ચે હસી મજાક ચાલતી હતી આ દરમ્યાન કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝગડામાં આકાશે દીપુ પર હુમલો કર્યો હતો જેથી દીપુને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું છે બીજી તરફ આકાશને પણ ઈજા થઇ છે તેની પણ ફરિયાદ લેવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મૃતકના ભાઈ દેવાંગભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે બંને જણાએ સાથે બેસીને ખાધું પીધું હતું આ દરમ્યાન બંને વચ્ચે કોઈ ઝઘડો થયો અને તેની હત્યા કરાઈ છે. મારા ભાઈને 6 મહિનાની દીકરી છે. તે પરાઠાની લારી પર કામ કરતો હતો. અમને ન્યાય મળે તેવી જ આશા છે.

Facebook Comments Box

Videos

Our Partners