દિવાળીનાં તહેવારો પૂર્ણ થતાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી
બ્યુટીપાર્લર, મંડપ સર્વિસ, હોટલ, પાર્ટી પ્લોટ, કેટરર્સ અને ફોટોગ્રાફર્સનાં આગામી માર્ચ મહિના સુધીના બુકીંગ ફૂલ
મંડપ સર્વિસના કોન્ટ્રાકટમાં 60થી 80 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો
WatchGujarat. દિવાળીનાં તહેવારો પૂર્ણ થતાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. તેમજ બ્યુટીપાર્લર, મંડપ સર્વિસ, હોટલ, પાર્ટી પ્લોટ, કેટરર્સ અને ફોટોગ્રાફર્સનાં આગામી માર્ચ મહિના સુધીના બુકીંગ ફૂલ થઈ ચૂક્યા છે. હોટલમાં લગ્નનાં બુકીંગમાં 20 ટકા વધારો નોંધાયો છે. મંડપ સર્વિસના કોન્ટ્રાકટમાં 60થી 80 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો છે. સાથે જ કેટરર્સની પણ ખુબ માંગ છે. લગ્નમાં લોકોની મર્યાદા વધતા જમણવારની ડીશ વધી છે. તો કપલ્સમાં પ્રિવેડીંગ ફોટો શુટીંગનો ક્રેઝ વધતા ફોટોગ્રાફર લગ્ન સિઝન શરૂ થતા પહેલા જ કામે લાગી ગયા છે. બ્યુટી પાર્લરમાં પણ ભીડ જોવા મળી રહી છે. બ્રાઇડલ સાથે કો-બ્રાઇડલના બુકીંગ ખુબ વધુ છે. એક સલોનમાં રોજ 3 થી 4 બ્રાઇડલ તૈયાર થાય છે તેની સાથે 10 કો-બ્રાઇડલને તૈયાર કરવામાં આવે છે.
બ્યુટી પાર્લરનાં બુકીંગમાં 40 ટકાનો વધારો થયો, ભાવ યથાવત
બ્યુટીપાર્લર ચલાવતા માધવી રાઠોડે જણાવ્યું હતું કે, હાલમાં બ્યુટી પાર્લરનાં બુકીંગમાં 40% જેટલો વધારો થયો છે. દરરરોજ 2થી 3 બ્રાઇડલ બુકીંગની સાથે 10 કો-બ્રાઇડલના બુકીંગ હોય છે. જો કે આ છતાં ભાવમાં કોઈ વધારો કરાયો નથી. હાલ બ્રાઇડલના પેકેજ રૂા. 1100થી રૂા. 1,10,000 સુધીના તો કો-બ્રાઇડલના રૂા. 1000 થી રૂા.5000 સુધીના છે. અત્યારે ઇન્ડોવેસ્ટર્નનો ક્રેઝ વધુ છે. ખાસ કરી કોસ્ચ્યુમની ડિઝાઇનને ધ્યાનમાં રાખી મેકઅપ કરવામાં આવે છે. હાલ ડિસેમ્બર સુધી બુકીંગ ફૂલ થઈ ગયુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મંડપ સર્વિસનાં ભાવમાં 10 ટકાનો વધારો છતાં બુકીંગ ફૂલ
વેલનાથ મંડપ સર્વિસનાં દામજીભાઈ કહે છે કે, હાલ લગ્નની સિઝન પ્રમાણમાં ઘણી સારી છે. છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે વેપાર ઠપ્પ થઈ ગયા હતા. જો કે આ વર્ષે કોરોનાનો કહેર ઘટતા બે-ત્રણ મહિના અગાઉ જ બુકીંગ થવા લાગ્યા હતા. ડિઝલનાં ભાવ વધારાને લઈ મંડપ સર્વિસનાં ધંધાર્થીઓને ભાવમાં 10% વધારો કરવાની ફરજ પડી છે. જો કે લોકોમાં ભાવ વધારાને લઈને કોઈ ચિંતા જોવા મળતી નથી. અને હાલ લોકો કમુર્તા પછીના બુકીંગ પણ કરાવી રહ્યા છે.
ડી.જે. માટે ફેબ્રુઆરી સુધીના 70% બુકીંગ થયા, ભાવ યથાવત
આધુનિક સમયમાં લગ્ન ડી.જે. વગર અધુરા ગણાય છે. હવે લગ્નની સિઝન શરૂ થઇ ચુકી હોવાથી ડી.જે. અને સાઉન્ડ સિસ્ટમના તા.15-11 થી ફેબ્રુઆરી મહિના સુધીના બુકીંગ થઇ ગયા છે. જે. કે. સાઉન્ડનાં સાહિલ જોધપુરા જણાવે છે કે આ વર્ષે મોટા પ્રમાણમાં લગ્ન હોવાથી લગ્નની તમામ તારીખો ફુલ થઇ છે. રોજના 2 થી 3 બુકીંગ છે. ફેબ્રુઆરી સુધીમાં અંદાજે 60 થી 70 બુકીંગ થઇ ચુકયા છે. હાલ ડી.જે.ના પેકેજમાં કોઇ ભાવ વધારો કરાયો નથી. અત્યારે રૂા.5000 થી રૂા.25000 સુધીના બુકીંગ થઇ રહ્યા છે. જેમાં ફુલેકુ, લાઇવ દાંડીયા જેવી ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડી.જે. સાથે કલાકારો કાર્યક્રમમાં હાજર રહે તે માટેના ખાસ બુકીંગ થાય છે. જેનું પેકેજ રૂા.35000 થી 40000 છે.
મોટા ભાગના લગ્ન સાથે પ્રિવેડીંગ ફોટો-વિડીયોગ્રાફીના બુકીંગ : 40 હજારથી અઢી લાખ સુધીના પેકેજ
હાલ પ્રિવેડીંગ ફોટો-વિડીયોગ્રાફીનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. લગભગ 70%થી વધુ લગ્નોમાં પ્રિવેડિંગ શૂટિંગ કરાવાઈ રહ્યું છે. ફોટોગ્રાફર મુકેશભાઇ ત્રિવેદી કહે છે કે છેલ્લા 2થી 3 વર્ષથી પ્રિવેડીંગ ફોટોસુટનો ક્રેઝ ખુબ વધી ગયો છે. મોટા ભાગના કપલ લગ્ન પહેલા પ્રિવેડીંગ ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી કરાવે છે. જેમાં દીવ-સોમનાથ સહિત રાજકોટની આસપાસ આવેલ અનેક સ્થળો પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટમાં એવા સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે જયાં ખુબ સુંદર પ્રિવેડીંગ ફોટોગ્રાફી- વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. લગ્ન માટે સ્માર્ટ આલ્બમ પસંદ કરવામાં આવે છે. જે વજનમાં હળવા અને પતળા પેજનાં હોય છે. ફોટો - વિડીયોના પેકેજ 40 હજારથી અઢી લાખ સુધીના છે. જેમાં 40 હજારથી 55000ના જાન્યુઆરી સુધીના લોકો બુકીંગ થઈ ચૂક્યા છે.
જાણો 17 ફેબ્રુઆરી સુધીનાં શુભમુહુર્તની મુખ્ય તારીખો
કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા પણ છુટછાટો આપવામાં આવી છે. લગ્નના મુહૂર્ત જોઇએ તો તારીખ 16 નવેમ્બરના મંગળવારથી લગ્નવાળો શરૂ થઇ ચુકયો છે. નવેમ્બર માસમાં તા. 16, 20, 21, 22, 26, 28, 29, 30 છે. ત્યારબાદ ડિસેમ્બરમાં તા. 1, 7, 9, 11, 13, 14 છે. આમ કર્મુતા પહેલા લગ્નના 14 મુહૂર્તો છે. તારીખ 14 જાન્યુઆરીના શુક્રવારે બપોરે 2.30 કલાકે કમુર્તા ઉતાર્યા બાદ ફરી લગ્નની સીઝન શરૂ થશે. જેમાં જાન્યુઆરીમાં તા. 20,22,23,24 અને 26 ઉપરાંત ફેબ્રુઆરીમાં 5,6,7,10,16,17 સુધી લગ્નના મુહૂર્તો છે. આ દરમિયાન ઠેર-ઠેર શરણાઈનાં સુર ગુંજતા રહેશે.
- દિવાળીનાં તહેવારો પૂર્ણ થતાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી
- બ્યુટીપાર્લર, મંડપ સર્વિસ, હોટલ, પાર્ટી પ્લોટ, કેટરર્સ અને ફોટોગ્રાફર્સનાં આગામી માર્ચ મહિના સુધીના બુકીંગ ફૂલ
- મંડપ સર્વિસના કોન્ટ્રાકટમાં 60થી 80 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો