• નાસિકની જાકીર હુસૈન હોસ્પિટલમાં પ્રાણવાયુ ઓક્સિજન લિક થવાને કારણે 20થી વધુ દર્દીના કરુણ મોત.
  • ઓક્સિજનની માંગ વધતાં ગુજરાતમાં પણ હોસ્પિટલોમાં ટેન્ક ઉભી કરવામાં આવી છે.
  • વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ઓક્સિજન ફિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

Watch Gujarat. કેન્દ્રથી માંડી રાજ્ય સરકાર હાલના સંજોગોમાં નાગરીકોના જીવનનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ નિવડી રહી છે. ત્યારે સામાન્ય નાગરીકો માટે એક સાંધો ત્યાં તેર તૂટે એવો ઘાટ સર્જાતો હોય છે. મહારાષ્ટ્રના નાસિક ખાતેની એક હોસ્પિટલમાં દર્દીઓ માટે પ્રાણવાયુ સાબિત થતાં ઓક્સિજનનું લિકેજ થવાને કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાતમાં પણ આવી ગોઝારી દુર્ઘટના તો નહીં સર્જાય? તેવી ચિંતા લોકોમાં પ્રસરી જવા પામી છે.

કોરોના સંક્રમણનો બીજો તબક્કો ભારે જીવલેણ બન્યો છે છતાં રૂપાણી સરકાર અને સરકારી તંત્ર પોતે શ્રેષ્ઠ કામગીરી કરી હોવાનો ઢંઢેરો પીટવામાં જ વ્યસ્ત છે. જેને પગલે સામાન્ય નાગરીકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોરોના એટેકથી ગભરાઈ ગયેલાં નાગરીકો હાલ ભગવાન ભરોસે છોડી દેવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલી જાકીર હુસૈન હોસ્પિટલ ખાતે આજરોજ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. કોરોના દર્દીઓની સારવારમાં ઓક્સિજનની અછતનાં ઉહાપોહ વચ્ચે આજે હોસ્પિટલમાં એક ટેન્કરમાંથી બીજા ટેંકરમાં ઓક્સિજન ભરતી વખતે લીકેજ સર્જાયું હતું. અને જોત જોતામાં હોસ્પિટલ પરિસરમાં ઓક્સિજન વાયુના ગોટેગોટા ફેલાઈ ગયા હતાં. તંત્ર દ્વારા તાબડતોબ લીકેજ અટકાવવા પ્રયાસો હાથ ધરાયાં હતાં. જોકે, લીકેજના કારણે ઓક્સિજનનો સપ્લાય રોકાઈ જવાથી વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલાં 23 પૈકી 20થી વધુ દર્દીઓના કરુણ મોત નિપજ્યાં હતાં.

દેશભરની માફક ગુજરાતમાં પણ ઓક્સિજનની અછતની સમસ્યાઓ સંભળાઈ રહી છે. જેને દૂર કરવા તંત્ર દ્વારા ઓક્સિજનનાં ટેન્ક તેમજ ટેન્કર્સની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સંજોગોમાં નાસિક જેવી દુર્ઘટના ગુજરાતમાં તો નહીં સર્જાય? તેવી ચિંતા થવી સ્વાભાવિક છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud