WatchGujarat. રાષ્ટ્રીય પક્ષી મોર (National Bird Peacock) ને અથવા તેના ઇંડાને નુકસાન પહોંચાડવા પર સજાની જોગવાઈ છે, તેમ છતાં, ફરી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. નોઈડાના બિરમપુર ગામમાં મોરના ઇંડા ચોરી અને ઓમેલેટ ખાવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી ગ્રામજનો રોષે ભરાયા છે.
સમુદાયના કોઈ ચોક્કસ યુવાનો ઉપર આક્ષેપ
રાષ્ટ્રીય પક્ષી મોરના ઇંડા ચોરી કરવાનો આરોપ ચોક્કસ સમુદાયના ચાર યુવાનો પર છે. ગ્રામજનોએ પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ઇંડાની છાલ લઈને તેને ફોરેન્સિક લેબ (Forensic Lab) માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
શું કહેવું છે પોલીસનું
પોલીસના જણાવ્યા મુજબ, ગામલોકોએ ફરિયાદ આપી છે કે મોરનીએ ગામના જ મુન્નાના પ્લોટમાં ચાર ઇંડા મુક્યા હતા. આ ઇંડા તૂર્યાની વેલો નજીક રાખવામાં આવ્યા હતા. સવારે ઇંડા ચોરી થઇ ગયા હતા. જ્યારે ગ્રામજનોએ તપાસ કરી ત્યારે એક બાળકને માહિતી મળી કે તેને ચોક્કસ સમુદાયના ચાર યુવકોને ઇંડા લઈ જતા જોયા છે. ગામલોકો આરોપીના ઘરે પહોંચ્યા ત્યારે આરોપીઓએ કહ્યું કે તેઓએ ઈંડાની આમલેટ બનાવીને ખાઈ લીધી છે. આરોપીઓએ ગામલોકોને ધમકી આપી ત્યાંથી ભગાડી દીધા હતા. સ્ટેશન ઇન્ચાર્જ દિનેશ યાદવનું કહેવું છે કે પોલીસ તેની તપાસ કરી રહી છે.
આટલા વર્ષની થઇ શકે છે સજા
મોર રાષ્ટ્રીય પક્ષી છે. તેનો શિકાર, ઇંડા ને નુકશાન કરવું અને ખાવા વગેરે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગેરકાયદેસર છે. નિષ્ણાંતોના મતે જો દોષી ઠેરવવામાં આવે તો આ સજા 7 વર્ષ સુધીની થઈ શકે છે.