વાંસદામાં લગ્ન પ્રસંગે બનેલી દુર્ઘટનામાં ચોંકાવનારી માહિતી સામે આવી
ગિફ્ટ આપનાર મોટી દીકરીના એટલે કે સાળીના પ્રેમીએ જ આ કાવતરું કર્યું હતું
ભયંકર બ્લાસ્ટમાં વરરાજા સહિત 3 વર્ષના ભત્રીજાને ગંભીર ઇજાઓ પહોંચી હતી
WatchGujarat. નવસારીમાં લગ્નપ્રસંગ દુઃખદ પ્રસંગમાં ત્યારે ફેરવાઇ ગયો જ્યારે લગ્નમાં મળેલી ભેંટ સોગાદ પૈકી મળેલા ટેડીબેરને ચાર્જ કરવા જતાં તેમાં ભયંકર વિસ્ફોટ થયો જેમાં વરરાજા સહિત 3 વર્ષના ભત્રીજાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે આ કેસમાં એક નવો યુટર્ન એ આવ્યો છે કે આ ગિફ્ટ આપનાર મોટી દીકરીના એટલે કે સાળીના પ્રેમીએ જ આ કાવતરું કર્યું હતું.
નવસારીમાં વાંસદા માં મીંઢાબારીમાં રહેતા ગાવીત પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. જેમાં વરરાજાની સાળી ના પૂર્વ પ્રેમીએ ચાર્જવાળું ટેડીબેર ગિફ્ટમાં આપ્યું હતું. વરરાજા ટેડી બિયર ને ખોલી ને જ્યારે ચાર્જ કરી રહ્યો હતો ત્યારે તે સમયે તે માં ભયંકર બ્લાસ્ટ થયો હતો. જેમાં 28 વર્ષીય લતેશ ગાવીતને તેમજ તેના ત્રણ વર્ષના ભત્રીજાને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પરિવારને આ બાબતે પહેલાથી જ પૂર્વ પ્રેમી પર શંકા હતી.જેથી તેમણે પોલીસ ફરિયાદ પણ આપી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે દીકરીના પૂર્વ પ્રેમી રાજુ પટેલે જે ગિફ્ટ આપી હતી તે ટેડીબેર માં ડિટોનેટર સાથે વાયરીંગ કર્યું હતું.
જેથી વરરાજાએ જ્યારે આ ટેડીબેરને ચાર્જમાં મુક્યો ત્યારે તેમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને વરરાજા તેમજ ભત્રીજા ને ગંભીર ઈજા પહોંચી હતી. રેન્જ આઈજીના જણાવ્યા પ્રમાણે આરોપીનું નક્સલ કનેક્શન છે કે નહીં તે બાબતે પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ભેટ આપનાર રાજેશ પટેલ અને ડિટોનેટર આપનાર મહેશ પટેલની પણ ધરપકડ કરી છે.
લગ્નના ફક્ત છ દિવસમાં જ આ કરૂણાંતિકા સર્જાઈ છે. જેમાં વરરાજા ને આંખો ગુમાવવાનો વારો આવ્યો છે. દુર્ઘટનામાં વરરાજા ના સસરા એ આંખ ડોનેટ કરવાની તૈયારી બતાવી છે.