ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમ સજ્જ
NDRF ની બટાલિયન 6 ની એક સાધનસજ્જ ટીમ વલસાડ અને એક ટીમ અમરેલી મોકલવામાં આવી
બચાવના સાધનો ઉપરાંત કોવિડ સંબંધિત તકેદારીના પાલન માટે PPE કીટ અને જરૂરી સામગ્રી સાથે ટીમો રવાના
WatchGujarat. રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થયા બાદ સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. થોડા સમય પહેલા થયેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતો અને રણમાં મીઠું પકવતા અગરિયાઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે ફરી એક વાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે NDRF બટાલિયન 6 ટીમ દ્વારા સતર્કતા દાખવીને તૈયારી કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીના પગલે NDRF સતર્ક
પ્રાપ્ત વિગતો અનુસાર હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી માવઠા અને ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાના જરોદ સ્થિત NDRF બટાલિયન 6 સતર્ક બની છે. આ ઉપરાંત બટાલિયન 6 ની એક સાધનસજ્જ ટીમ વલસાડ અને એક ટીમ અમરેલી ખાતે મોકલવામાં આવી છે.
NDRF ની સાધનસજ્જ ટીમો વલસાડ અને અમરેલી જવા રવાના થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના રાહત કમિશનરની માંગ હતી કે સંભવિત ભારે વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં અગાઉથી NDRF ની ટીમ તૈનાત કરવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને વડોદરાની બટાલિયન 6 દ્વારા એક સાધનસજ્જ ટીમને વલસાડ અને અન્ય એક ટીમને અમરેલી રવાના કરવામાં આવી છે. આ અંગે બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમના જણાવ્યું હતું કે, NDRF ની આ ટીમ બચાવના સાધનો ઉપરાંત કોવિડ સંબંધિત તકેદારીના પાલન માટે PPE કીટ અને જરૂરી સામગ્રી પણ સાથે લઈને રવાના થઈ છે.
કમોસમી માવઠાના પગલે ખેડૂતોમાં ચિંતા વધી
આ અગાઉ થયેલા કમોસમી માવઠાના અનેક ખેડૂતોના રવિપાક અને માર્કેટમાં પડેલા તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. જેના કારણે હાલ તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં રણમાં મીઠું પકવતા અગરિયાઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તેઓની મહિનાઓની મહેનત પર કમોસમી વરસાદનું પાણી ફરી વડ્યું હતું. ત્યારે હવે રાજ્યમાં ફરિ કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
- ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
- રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમ સજ્જ
- NDRF ની બટાલિયન 6 ની એક સાધનસજ્જ ટીમ વલસાડ અને એક ટીમ અમરેલી મોકલવામાં આવી
- બચાવના સાધનો ઉપરાંત કોવિડ સંબંધિત તકેદારીના પાલન માટે PPE કીટ અને જરૂરી સામગ્રી સાથે ટીમો રવાના