• જાણીતા ઉદ્યોગપતિ સુભાષ દાવર આપ્યું છે આમંત્રણ
  • નિરજ ચોપરાએ આમંત્રણ સ્વીકારી લીધું છે
  • હાલ ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાથી ટૂંક સમયમાં આવશે સુરત

WatchGujarat. ઓલમ્પિક રમતોમાં ભારતનું નામ ગર્વથી ઊંચુ કરનાર ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરા રાતોરાત યુવાનોના આદર્શ બની ગયા છે. આગામી દિવસોમાં તેઓ સુરતની મુલાકાત લે તેવી પુરેપુરી શક્યતા છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ દ્વારા નીરજ ચોપરાને સુરત પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને નીરજ ચોપરાએ સ્વીકારી લીધું છે.

સુરતના જાણીતા ઉદ્યોગ સાહસિક સુભાષ દાવર એ જ ઉદ્યોગપતિ છે જેમણે ઇંધણની વધતી કિંમતો વચ્ચે, દિવાળી પર, તેમની કંપનીના કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટમાં આપ્યા હતા. હાલ સુરત શહેર દેશનું પ્રથમ શહેર બન્યું છે જેને ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી અમલમાં મૂકી છે. તેવામાં તેઓએ ઇલેક્ટ્રિક વાહનો ભેંટમાં આપીને એક ઉદાહરણ પણ પૂરું પડ્યું હતું.

અને હવે સુભાષ દાવરે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને દેશભરના યુવા હૃદયના હાર્ટથ્રોબ બની ગયેલા નીરજ ચોપરાને સુરતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. જ્યારે સુરતના આ ઉદ્યોગપતિ નીરજ ચોપરાની મોટી બહેનના લગ્ન સમારોહમાં હાજરી આપવા હરિયાણા ગયા હતા ત્યારે તેઓ નીરજ ચોપરાને મળ્યા હતા. આ દરમિયાન, નીરજ ચોપરાની સિદ્ધિઓની પ્રશંસા કરતાં, તેમણે સુરતના ટેક્સટાઇલ સિટીમાં તેમના સન્માન સમારોહ યોજવાની ઇચ્છા વ્યક્ત કરી.

સુભાષ દાવરે જણાવ્યું કે નીરજ ચોપડાએ તેમનું સુરત આવવાનું આમંત્રણ એમ કહીને સ્વીકાર્યું છે કે તેઓ હાલ ટ્રેનિંગમાં વ્યસ્ત છે અને સમય મળતાં જ તેઓ સુરત આવી જશે. તેઓ સુંદર સુરતની મુલાકાત લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સુરત આવવાનું આમંત્રણ તેઓએ સ્વીકાર્યું છે. અને સમય મળતા જ તેઓ સુરત જરૂર પધારશે.

તમને જણાવી દઈએ કે જ્યારે નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે મોટા ઔદ્યોગિક જૂથો, કેન્દ્ર અને રાજ્ય સરકારો અને સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા ભેટોનો વરસાદ થયો હતો. તે સમયે, એલાયન્સ ગ્રુપના નેતા સુભાષ દાવર પણ નીરજ ચોપરાના ગામ પહોંચ્યા અને તેમના પરિવારને કેંગન-એલાયન્સ મશીન ભેટમાં આપ્યું. તેમનો ઉદ્દેશ્ય એ હતો કે કેંગન મશીનના ઉપયોગથી સમગ્ર ચોપરા પરિવાર સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણીનું સેવન કરે અને હંમેશા સ્વસ્થ રહે. જોવાનું એ રહેશે કે દેશભરમાં આદર પામતા યુવા સ્ટાર્સ ક્યારે સુરતના મહેમાન બને છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud