WatchGujarat. ધો. 12 સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટ (NEET: નેશનલ એલેજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા પદ્ધતિમાં આ વર્ષે મોટો ફેરફાર કરવામા આવ્યો છે, અને આ NEET ની પરીક્ષા પદ્ધતિ જ બદલી નાખવામાં આવી છે. ત્યારે હવે આ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ હવે ચાર વિષયોમાં કુલ 200 પ્રશ્નો પૂછવામાં આવશે પરંતુ વિદ્યાર્થીએ જવાબ 180 પ્રશ્નોના જ આપવાના રહેશે અને આ પરીક્ષા કુલ 720 માર્કસની જ રહેશે. આ વખતની પરીક્ષા પણ ત્રણ કલાકની એમસીક્યુ આધારીત રહેશે અને આ વખતની નીટ ગુજરાતી,હિન્દી, અંગ્રેજી સહિતની કુલ 13 ભાષામા લેવાશે. આ નવી પેટર્નમાં વિદ્યાર્થીને બાયોલોજીના બદલે ઝુલોજી અને બોટનીના અલગ અલગ પ્રશ્નો પુછાશે.
NEET 2021 પરીક્ષા માટે ગઈકાલથી રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે. રજીસ્ટ્રેશન ઓફિશિયલ વેબસાઇટ ntaneet.nic.in પર જઇને કરી શકાય છે. રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (National Eligibility cum Entrance Test) 12 સપ્ટેમ્બર, 2021ના રોજ આયોજિ કરવામાં આવશે. જો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 2021ની નીટ માટેની નવી એક્ઝામ પેટર્ન જાહેર કરવામા આવી છે. જે મુજબ હવે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની અને ઝૂલોજી સહિતના ચાર વિષયોની પરીક્ષા રહેશે.અગાઉ ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજી એમ ત્રણ વિષયમાં પરીક્ષા લેવાતી હતી.અગાઉ દરેક વિષયમાં 60-60 પ્રશ્નો હતા અને કુલ ત્રણ સેશન સાથે 180 પ્રશ્નો હતા.જેમાં દરેક પ્રશ્નના ૪ માર્કસ સાથે 720 માર્કસની પરીક્ષા હતી.
આ વર્ષની પરીક્ષામાં નવી પેટર્નમાં કુલ માર્કસ 720 જ રાખવામા આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને હવે કુલ 200 પ્રશ્નો પુછાશે જેમાં પરીક્ષા 180 પ્રશ્નોની જ રહેશે. પરંતુ 20 પ્રશ્નો વધારાના હશે. નવી પેટર્ન મુજબ કુલ ચાર વિષયની પરીક્ષામા દરેક વિષયમાં સેકશન એ-માં 35 અને સેકશન -બીમાં 15 પ્રશ્નો હશે.
દરેક વિષયમાં સેકશન એ અને બી સાથે 50 પ્રશ્નો સહિત ચાર વિષયના કુલ 200 પ્રશ્નો પૂછવામાં આવશે. પરંતુ વિદ્યાર્થી દરેક વિષયમાં સેકશન-બીમાં 15 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્ન પસંદ કરી શકશે. સેકશન -એના 35 પ્રશ્નોના 140 માર્કસ અને સેકશન -બીના 15 પ્રશ્નોના 40 માર્કસ હશે. જે 15 માંથી 10 પ્રશ્નો ગણવામાં આવશે. જેથી 10 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 4 માર્કસ સાથે 40 માર્કસ જ ગણાશે. કુલ 200 પ્રશ્નોમાંથી વિદ્યાર્થીએ 180 જ એેટેન્ડ કરવાના રહેશે અને કુલ 720 માર્કસની જ પરીક્ષા રહેશે.
NEET 2021 માટે નોંધણી આજે વેબસાઇટ પર 5 વાગ્યાથી શરૂ થશે
NEET- Under Graduate 2021 માટે નોંધણી આજે વેબસાઇટ પર 5 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. NEET (Under Graduate) પરીક્ષાના ઇતિહાસમાં પ્રથમ વખત, પશ્ચિમ એશિયાના વિદ્યાર્થીઓની સુવિધા માટે કુવૈતમાં એક પરીક્ષાનું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.
NEET 2021ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે
પ્રથમ વખત, NEET (Under Graduate) 2021ની પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે અને પંજાબી અને મલયાલમ ભાષા ઉમેરવામાં આવી છે. પ્રધાને જણાવ્યું કે, હવે પરીક્ષા હિન્દી, પંજાબી, આસામી, બંગાળી, ઓડિયા, ગુજરાતી, મરાઠી, તેલુગુ, મલયાલમ, કન્નડ, તમિલ, ઉર્દૂ અને અંગ્રેજીમાં લેવામાં આવશે.
નીટ પરીક્ષા (NEET Exam) માં દર વર્ષે આશરે લાખો વિદ્યાર્થીઓ સામેલ થાય છે. દેશની ટૉપ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે આયોજિત આ પરીક્ષામાં કોમ્પીટીશન ખૂબ જ હાઇ હોય છે. આ કોમ્પીટીશનના ડરથી ઘણા વિદ્યાર્થીઓ તૈયારી ડ્રોપ કરી દે છે. સાથે જ કેટલાંક વિદ્યાર્થીઓ આગામી અટેમ્પ્ટને સારી રીતે કરશે તેમ વિચારીને પરીક્ષા નથી આપતા અથવા તૈયારી અધવચ્ચે જ છોડી દે છે.
NEET Exam 2021 માટે કોણ કરી શકે છે અપ્લાય:
- અરજદાર કોઇ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 12 પાસ હોય.
- ધોરણ 12માં અરજદારના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી/બાયોટેક્નોલોજી વિષય હોય.
- ઉમેદવારના ધોરણ 12માં 50 ટકાથી વધુ અંક હોય. એસસી/એસટી/ઓબીસી વર્ગના ઉમેદવારના 40 ટકાથી વધુ અંક હોય.
વય મર્યાદા:
- અરજદારની વય 17 વર્ષથી વધુ હોય.
- તેના માટે કોઇ અટેમ્પ્ટની પણ મર્યાદા નથી.
- NEET પરીક્ષા માટે કોઇ વય મર્યાદા નથી.