• ગુજરાતમાં શીતલહેરથી લોકો ધ્રૂજ્યા, આ વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી
  • મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીને પાર પહોંચ્યો
  • હવામાન વિભાગ દ્વારા ઠંડીથી બચવા માટે કેટલાક સુચનો પણ જાહેર કરાયા

Watchgujarat.અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવેલા પલટાને લીધે લઘુત્તમ તાપમાનનો પારો ઊંચકાયો હતો. જેના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો વર્તારો અનુભવાયો હતો. પરંતુ આજે અચાનક વહેલી સવારથી જ ઠંડો પવન અને શીત લહેર પ્રસરતા અમદાવાદ સહિત રાજ્યના નાગરિકો ધ્રૂજી ઊઠયા હતા.

અમદાવાદ શહેરમાં આજે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. દિવસ દરમિયાન પણ ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા. મોડી સાંજથી શહેરમાં ગાત્રો થીજવતી ઠંડીમા લોકો તોબાહ પોકારી ઊઠયા હતા. જોકે હજુ આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. કોલ્ડવેવની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા ઠંડીથી બચવા માટે કેટલાક સુચનો પણ જાહેર કર્યા છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો અને મહત્તમ તાપમાન પણ 29 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જોકે આજે અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો ગગડી 13.6 ડિગ્રીએ આવી ગયો છે. જ્યારે રાજ્યના મોટાભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન પણ તે 23 ડિગ્રીથી નીચે આવી જતા દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થયો હતો. કચ્છના નલિયામા તાપમાન સૌથી નીચું 7.8 ડિગ્રી નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, વાદળાઓ વિખરાતાની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં શિયાળાની ઠંડીનો ચમકારો સતત વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં વાદળો અને ઉકળાટ અનુભવાયો હતો. જોકે અચાનક અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners