• કોરોનાની નવી ગાઈડલાઈન અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
  • કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું
  • લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે

WatchGujarat. તાજેતરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને પગલે ગુજરાત સરકાર વધુ કડક નવા નિયંત્રણો લાદી શકે તેવા અહેવાલ સામે આવ્યા હતા. જે બાદ આજે આરોગ્ય મંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં એકાએક કોરોના કેસ વધતા તંત્ર સફાળુ જાગ્યું છે. જેને પગલે એક પછી એક કડક નિયંત્રણો રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવી રહ્યા છે.

મહાનગરોમાં રાત્રિ કરફ્યુ અને કોરોના ગાઈડલાઈનની મુદ્દત 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ

મળતી વિગતો અનુસાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી 7 જાન્યુઆરી સુધી રાજ્યના આઠ મહાનગરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બરે કોરોનાની આ ગાઇડલાઇન્સ પૂરી થઈ રહી છે. જેને પગલે કોરોના ગાઈડલાઈનની મુદ્દત 7 જાન્યુઆરી સુધી લંબાવાઈ છે.

આ નિયંત્રણો યથાવત રહેશે

  • 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે
  • રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
  • લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે
  • કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો માટે તૈયારીઓને અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે. 500થી 1500 બેડની હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી ઓમિક્રોનના 97માંથ 41ને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં 0.79 ટકા પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે, જ્યારે 90 લાખ લોકોનું વેક્સિનેશન બાકી છે.

મહત્વનું છે કે હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાના લાખો કેસો સામે આવી રહ્યા છે. જેમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટને લઈને લોકોમાં દહેશત જોવા મળી રહી છે. કોરોના કેસ વધતા જ મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ રાજ્યમાં નિયંત્રણો લાદી દીધાં છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. એટલું જ નહી ગત 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ છે. જેને પગલે કડક નિયંત્રણ લાદવામાં આવી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners