• ફતેપુરા વિસ્તારના ભવાની ચોકમાં રહેતી બોક્સર નિકીતા સાલુંકેની મહેનત રંગ લાવી
  • WAKO ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવી શહેરનું નામ રોશન કર્યું
  • નિકીતાએ સિનિયર-60 કિલો વેઇટ કેટેગરીમાં પોઇન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટમાં ફર્સ્ટ રેન્ક સાથે ગોલ્ડ મેળવ્યો

Watchgujarat.અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી.આ વાક્ય વડોદરાની એક યુવતીએ સાર્થક કરી બતાવ્યું છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવી પરિવાર તેમજ વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના ભવાની ચોકમાં રહેતી બોક્સર નિકીતા સંજયરાવ સાલુંકેએ ગત તા. 27થી 30 ડિસેમ્બર સુધી પુના ખાતે યોજાયેલી WAKO ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યમાંથી 9 છોકરાઓ અને છોકરીઓ ગયા હતા. જેમાંથી નિકીતાનું એક માત્ર સિલેક્શન થયુ હતુ. જેમાં નિકીતાએ સિનિયર-60 કિલો વેઇટ કેટેગરીમાં પોઇન્ટ ફાઇટ અને લાઇટ કોન્ટેક્ટમાં ફર્સ્ટ રેન્ક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

બોક્સર નિકીતા સંજયરાવ સાલુંકે Watchgujarat.comની ટીમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હું છેલ્લા 6 વર્ષથી બોક્સિંગ કરૂ છું. વર્ષ 2016માં મેં નેશનલ લેવલની બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પરંતુ ત્યારપછી મારા પિતાનું અવસાન થતાં ઘરની તમામ જવાબદારી મારા સીરે આવી હતી .ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હું દિવસમાં બે નોકરી કરુ છું. 4 મહિના પહેલા આ નેશનલ ચેન્પિયનમાં ભાગ લેવા મેં બે નોકરીના વ્યસ્ત શિડ્યુઅલમાંથી સમય ફાળવી બોક્સિંગની તાલીમ લેવાનું શરૂ કર્યુ હતુ.

વધુમાં જણાવ્યું હતુ કે સવારે 6:30થી લઇને સાંજે 10 વાગ્યા સુધીમાં બે નોકરી અને બોક્સીંગની તાલીમ લેતી હતી. મારા પરિવારનો અને કોચનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. નિકીતાએ કહ્યું કે મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મારા કોચ વિનામૂલ્યે મને ટ્રેનિંગ આપતા હતા. તેઓના સપોર્ટથી આજે હું ગોલ્ડ મેડલ મેળવી શકી છુ.

અત્રે ઉલ્લેખનીય છે કે આજની યુવાપેઢી માટે નિકીતા એક મિશાલ છે. ઘરની જવાબદારી સાથે પણ પોતાના સપનાઓની ઉડાન કેવી રીતે ભરવી એ નિકીતાએ સાબિત કરી બતાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud