• રાજ્યની 600 થી વધુ ખાનગી અને 1600 થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શક્ય બનશે.
  • બીપી, હાર્ટએટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગોની ફ્રીમાં સારવાર
  • 30થી વધુ ઉંમરનાં તમામ લોકો આ યોજનાનો લાભ લઇ શકશે.
  • આશાવર્કર તમારા ઘરે આવીને તમામ માહિતી એકત્ર કરશે.
  • આ યોજનાના લાભાર્થી રાજ્યમાં 3 કરોડ અને વડોદરામાં 22 લાખની વસ્તીએ 37 ટકા

ડિમ્પલ વસોયા. રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક યોજના લોન્ચ કરવામાં આવી. જેનું નામ છે નિરામય ગુજરાત.નિરામયનો અર્થ થાય છે “રૂજ આવવી” યુવાનથી વૃધ્ધ સુધીનાં તમામ લોકો કે જેમણે બીન ચેપી રોગો છે એ લોકોના સ્ક્રિનીંગથી સારવાર સુધીની પ્રક્રિયા એટલે નિરામય ગુજરાત. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી આ યોજનાને લોન્ચ કરી હતી.

આ યોજના અંતર્ગત 30 વર્ષથી વધુ ઉંમરના લોકોનુ દર શુક્રવારે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરાશે. જેમાં મોટા તમામ રોગોનું PHC અને CHC સેન્ટર ખાતે નિ:શુલ્ક નિદાન થશે. આ ઉપરાંત તેમને તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું નિરામય કાર્ડ પણ અપાશે. આવા રોગોના સ્ક્રીનિંગથી લઈ સારવાર સુધીની સુવિધા અપાશે. જ્યારે આ યોજનાના લાભાર્થી રાજ્યમાં 3 કરોડ જેટલા છે. અને જો વડોદરાની વાત કરીએ તો 22 લાખની વસ્તીએ 37 ટકા લોકો આ યોજનાનો લાભ લઇ શકે તેમ છે.

ડો. રાજેશ શાહ, ચેરમેન – VMC હેલ્થ કમિટી

આ યોજના અંગે વિસ્તારથી માહિતી મેળવવા માટે WatchGujarat.comની ટીમે વડોદરા હેલ્થ કમિટીનાં ચેરમેન ડો.રાજેશ શાહ સાથે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકારનું અભુતપૂર્વ પગલું છે. જેવી રીતે ગુજરાતમાં મા કાર્ડ શરૂ થયું હતુ અને સમગ્ર દેશે તેને અપનાવ્યું તેવું આ કાર્ય છે નિરામય ગુજરાત. સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જ્યાં આરોગ્યનાં શિખર સર કરવા માટેનું આ પગલું એટલે નિરામય ગુજરાત.

આ યોજનાનો લાભ કોણ-કોણ લઇ શકશે અને કેવી રીતે કામ થશે?

આ સવાલનાં જવાબમાં ડો.રાજેશ શાહે જણાવ્યું હતુ કે 30 વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકો માટે બિન ચેપી રોગોનાં સ્ક્રિનિંગથી લઇને સારવાર સુધીનું બધું જ આ યોજનામાં આવરી લેવાશે. આ માટે આશાવર્કર દરેકે-દરેક ઘરે જશે. દરેક ઘરનો સર્વે કરશે. આ સર્વે કરીને એક ફેમિલી ફોલ્ડર બનાવશે. આ ફોલ્ડરમાં તમામ વિગતવાર માહિતી સેવ કરવામાં આવશે. આ માટે આરોગ્યને લગતા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે. જેનાં નાનાંમાં નાની બાબતની પણ નોંધ લેવાશે.

આ સાથે ફેમિલી હિસ્ટ્રી પણ લેવામાં આવશે. આ તમામ માહિતીવાળું એક ફોર્મ PHC અને CHC સેન્ટર ખાતે સબ્મીટ થશે. ત્યારબાદ મેડિકલ સ્ટાફ દ્વારા આ ફોર્મનું સ્ક્રિનિંગ થશે. જેમાં જેનો સ્કોર 4થી વધારે આવશે તેઓને દર શુક્રવારે નિરામય ગુજરાત અંતર્ગત જે ઓપીડી ચલાવવામાં આવશે ત્યાં બોલાવવામાં આવશે. ત્યાંના જે તે દર્દીનું ચેકઅપ થશે,બ્લડ ટેસ્ટ થશે. જો સામાન્ય સારવારની જરૂર હશે તો ત્યાં જ મળી રહેશે.વધારે સારવાર માટે જે તે નક્કી કરેલ મોટી હોસ્પિટલમાં વ્યવસ્થા મળી રહેશે. જેમાં બીપી, હાર્ટએટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગની ફ્રીમાં સારવાર થશે.

વધુમાં ડો.રાજેશ શાહે જણાવ્યું હતુ કે વધારે પડતી ચેપી રોગની સારવાર મળી રહે છે. જ્યારે 30 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં બિનચેપી રોગનું પ્રમાણ હોય છે પરંતુ આજની વ્યસ્ત જીંદગીમાં લોકો એટલું ધ્યાન આપતા નથી.અને આ બિમારી છેલ્લા સ્ટેજ પર આવે ત્યારે ખબર છે ત્યારે સારવાર કરવી મુશ્કેલ બને છે.માટે પહેલેથી જ આવી બિમારીઓ વિશે સજાગ થાય માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી આ યોજનાનો લાભ લઇ શકાશે. છેવાડા ગામડે જ્યાં મેડિકલ ટીમ પહોંચી શકતી નથી તેનું ડિજીટલ રીતે પ્રક્રિયા થશે. મહત્વનું છે કે આ યોજના અંતર્ગત જીવનભર તમામ ખર્ચો સરકાર જ ઉઠાવશે. રાજ્યની 600 થી વધુ ખાનગી અને 1600 થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શક્ય બનશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud