• નવા મંત્રી મંડળની રચના થયા બાદથી લઇને પુર્વ ડે.સીએમ નિતિન પટેલ તેમના નિવેદનોને કારણે સતત ચર્ચામાં આવી રહ્યા છે
  • પાંચ દિવસ પહેલા નિતિન પટેલને સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુ શેર કરવામાં આવ્યો હતો
  • શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં આ રીતે ઓનલાઇન અશિસ્તતાનું પ્રદર્શન કરવા બદલ સાંસદ સામે કોઇ કાર્યવાહી થાય છે કે નહિ તે આગળના સમયમાં જોવું રહ્યું

WatchGujarat. તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી લઇને મંત્રી મંડળના સભ્યોને બદલવામાં આવ્યા હતા. રાજ્યના પુર્વ ડે.સીએમ નિતિન પટેલ આજકાલ તેમના નિવેદનોને લઇને ચર્ચામાં છે ત્યારે ભાજપના જ અમરેલીના સાંસદે તેમને લખી સંભળાવ્યું કે, ગાંધીનગર આવ્યા ત્યારે સામે પણ ન હતા. હાલ આ કોમેન્ટને કારણે રાજકીયક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.

તાજેતરમાં ગુજરાત રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. વિજય રૂપાણીની રાજ્ય સરકારને બરખાસ્ત કરીને નવા મુખ્યમંત્રીએ શપથ લીધા હતા. મોડવી મંડળે નો રીપીટ થીયરી અપનાવીને તમામનો ચોંકાવી દીધા હતા. નવા મંત્રી મંડળની રચના થયા બાદથી લઇને પુર્વ ડે.સીએમ નિતિન પટેલ તેમના નિવેદનોને કારણે સતત ચર્ચામાં આવી રહ્યા છે. અલગ અલગ મીડિયા હાઉસમાં તેઓ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. અને તેમની વાત રજૂ કરી રહ્યા છે.

પાંચ દિવસ પહેલા નિતિન પટેલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુ શેર કર્યો હતો. જેના કોમેન્ટમાં અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયાએ બે કોમેન્ટ કરી છે. એક કોમેન્ટમાં લખ્યું કે, “ગાંધીનગર આવ્યે ત્યારે સામે પણ જોતા નહિ કામની તો પછી વાત રહી” ત્યાર બાદ બીજી કોમેન્ટમાં લખ્યુ “અત્યારે ખબર પડી”.

સાંસદની કોમેન્ટ બાદ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં નિતિન પટેલ તરફી અને વિરોધી બંને કોમેન્ટ જોવા મળી રહી છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે, ભાજપમાં જ અંદરખાને ચાલતી ટાંટીયાખેંચ હવે બહાર આવી રહી છે. અત્યારે એકબીજાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જઇને નેતાઓ લખી રહ્યા છે. જો આવું જ ચાલ્યું તો એ સમય દુર નથી  કે જાહેરમાં એક બીજા પર આક્ષેપબાજી કરી બેસે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં આ રીતે ઓનલાઇન અશિસ્તતાનું પ્રદર્શન કરવા બદલ સાંસદ સામે કોઇ કાર્યવાહી થાય છે કે નહિ તે આગળના સમયમાં જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud