નીતિન પ્રજાપતિ વ્યવસાયે કોઈ શિક્ષક નથી,છતાં વિદ્યાદાન કરે છે
જરૂરિયાતમંદ બાળકોને સ્વખર્ચે ભણાવે છે
જે બાળકો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં ફી ભરવા માટે અસક્ષમ છે તેમની મદદ કરે છે
Watchgujarat.અત્યાર સુધી આપણે અનેક પ્રકારે દાન કરતા જોયા છે. પાણી પરબ, ભૂખ્યાને ભોજન કે પછી જરૂરિયાતમંદને કપડા આપતા જોયા હતા. પરંતુ આણંદમાં રહેતા નીતિનભાઇનું કામ જોઇને તમને ગર્વ થશે. ઇલેક્ટ્રીક સાયકલને બનાવી છે શિક્ષણ રથ અને કરે છે વિદ્યાદાન. હરતી-ફરતી શાળા મારફતે બાળકો પાસે જઇને ત્રણ થી ચાર ભાષામાં શિક્ષણ આપે છે.
વાત છે આણંદમાં રહેતા નીતિન પ્રજાપતિની. જેઓ વ્યવસાયે કોઈ શિક્ષક નથી.તેમ છતાં સ્વખર્ચે એવા બાળકોને ભણાવી રહ્યા છે. જે પ્રાઈવેટ ટ્યુશન ક્લાસમાં ફી ભરવા માટે સક્ષમ નથી તેઓ બાળકોને દેવનાગરી સંસ્કૃત,હિન્દી,અંગ્રેજી અને ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવે છે. જે બાળકો માત્ર શાળામાં ભણે છે પરંતુ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં જઇ શકતા નથી તેવા બાળકોને શિક્ષણ આપી સેવા કરી રહ્યા છે. નીતિનભાઇ પ્રજાપતિ આ સેવાભાવી કાર્ય છેલ્લા એક દાયકાથી કરી રહ્યા છે.
શિક્ષક નીતિનભાઇ પ્રજાપતિએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધારે બાળકોને હું શિક્ષાદાન આપી ચૂક્યો છુ. હવે મેં એક નવો કન્સેપ્ટ ઉભો કર્યો છે અને હરતી-ફરતી શાળા બનાવી છે. એક ઇલેક્ટ્રીક સાઇકલ કે જેને મેં શિક્ષણરથમાં ફેરવી છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત પ્રજ્ઞાચક્ષુ બાળકો પણ શિખી શકે છે એના માટે બ્રેઇનલિપી પણ ડેવલપ કરી છે. હું જાતે આ શિક્ષણરથ બનાવી અલગ- અલગ જગ્યાએ જઇને શિક્ષા આપવાનું કામ કરુ છુ.
અત્રે ઉલ્લેખનીય છે કે નીતિનભાઇ ગામમાં કોઇ ઝાડ નીચે બાળકોને બેસાડીને શિક્ષણ પૂરુ પાડે છે. વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે અમને જેટલુ શાળામાં શિખવા મળે છે તેટલું જ સર અમને નિ:શુલ્કમાં શિખવે છે. નીતિનસર પાસેથી શિક્ષણ મેળવીને અમે ખૂબ જ ખુશ છીએ તેમ વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ. આધુનિક યુગમાં બાળકોના ઉજ્વળ ભવિષ્યની ચિંતા કરતા નિતીનભાઇની હરતી-ફરતી શાળાથી લાખો બાળકો શિક્ષણ મેળવી ચૂક્યા છે. ખરેખર બાળકોનુ ભવિષ્ય ઉજળુ કરનાર નિતીનભાઇના સરાહનીય કાર્યને લાખ લાખ વંદન....