રાજ્યમાં દિકરીઓની ચિંતા કરતા ગૃહમંત્રીએ વિડીયો શેર કર્યો
હૃદયથી નીકળેલી સામાજિક વાત રજુ કરી
દિકરીઓને હેરાન કરતા મવાલીઓને સીધા કરવાની જવાબદારી મારી છે : હર્ષ સંઘવી
Watchgujarat.રાજ્યમાં નવી સરકાર બની પછી નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ આવ્યા. જૂના મંત્રીઓ અને નવા મંત્રીઓની કામ કરવાની રીત એકદમ જુદી છે.જ્યારથી નવી સરકાર બની પછી રાજ્યમાં સરકાર દ્વારા કામ કરવાની રીત બદલાઇ ગઇ છે. ખાસ કરીને મુખ્યમંત્રી, મહેસૂલમંત્રી સરપ્રાઇઝ વિઝીટ માટે પહોંચી જાય છે તો ગૃહમંત્રી રાજ્યની સુરક્ષાને લઇને હંમેશા ચિંતિત જોવા મળે છે. ત્યારે હાલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મિડીયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓ કહે છે કે દિકરીને કોઇ મવાલી હેરાન કરે તો દિકરીનો વાંક નથી.
https://twitter.com/sanghaviharsh/status/1527214311604879360?s=20&t=IrQf66S3tZWAoytVa7R9Kw
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વિડીયો શેર કરતા લખ્યુ કે સામાન્ય રીતે લોકોના મનમાં એક છાપ હોઈ છે કે વિધાનસભા માં તમામ ચૂંટાયેલ પ્રતિનિધિ માત્ર રાજનીતિની વાત કરતા હોઈ છે. એક બીજા પર માત્ર આરોપ પ્રતિ આરોપ કરતા હોઈ છે. આ હૃદયથી નીકળેલી સામાજિક વાત આપ સહુને રજુ કરું છું. હર્ષ સંઘવીએ કહ્યુ કે સમાજમાં આજે પણ એક વિચારણા છે કે દિકરીનો કોઇ પણ વિષય હોય તો એ પોલીસ સુધી આવતો નથી. આપણે સૌ સમાજના લોકપ્રિતિનિધીઓ છીએ. આપણી પણ એક જવાબદારી છે.સમાજની અંદર જે આ પ્રજા છે તેને બદલવાની છે. કોઇ દિકરીને મવાલી હેરાન કરે તો એ દિકરીનો વાંક નથી. એ વાંક સમાજના વિચારોનો છે. એ મવાલીઓને સીધા કરવાની જવાબદારી મારી છે.
રાજ્યમાં દિકરીઓની ચિંતા કરતા ગૃહમંત્રીઓનો આ વિડીયો જોઇને તમે સંપન્ન થશો. આ વિડીયો વિધાનસભા સત્રનો હોય તેવુ જણાઇ રહ્યુ છે. કારણ કે હાલમાં વિધાનસભામાં કોઇ સત્ર ચાલતુ ન હોવાથી જૂનો વિડીયો હોય તેવુ લાગી રહ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુરત ગ્રીષ્માકાંડમાં આરોપીને ખૂબ જ ઓછા સમયમાં સજા અપાવી હતી. આટલુ જ નહી આરોપીને સજા અપાવી ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માનાં પરિવારને મળવા માટે સુરત પહોંચ્યા હતા. ગ્રીષ્માના પરિવારને આપેલા વાયદો પૂરી કરી સાંત્વના પણ પાઠવી હતી. આવી અનેક રીતે હર્ષ સંઘવી રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે સતત પગલાં લેતા રહે છે.
- રાજ્યમાં દિકરીઓની ચિંતા કરતા ગૃહમંત્રીએ વિડીયો શેર કર્યો
- હૃદયથી નીકળેલી સામાજિક વાત રજુ કરી
- દિકરીઓને હેરાન કરતા મવાલીઓને સીધા કરવાની જવાબદારી મારી છે : હર્ષ સંઘવી