• વેક્સિનેશન-કોરોનાની રોજની માહિતી અપડેટ ન કરનાર કોટ વિસ્તારની 40 બેંકને મનપાની નોટીસ
 • પોતાના કર્મચારીઓની વેક્સિનેશન અને કોરોનાના કેસ અંગે સુરક્ષા કવચ સમિતિમાં રોજ એન્ટ્રી ન કરાતા કાર્યવાહી કરાઈ
 • સાત દિવસમાં ખુલાસો કરવા માટે પાલિકાએ 40 બેંકોને તાકીદ કરી

WatchGujarat. રાજ્યભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. મહત્વનું છે કે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકારની વખતો વખતની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા માટે સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. અંતર્ગત દરેક બેંકોને વેક્સિનેશન તથા કોરોના કેસ સંદર્ભની રોજરોજની માહિતી મનપાની વેબસાઈટ પર અપડેટ કરવાની રહે છે. પરંતુ સુરતની આવી 40 બેંક દ્વારા સુરત પાલિકાની પોર્ટલ પર વેક્સિનેશન-કોરોના કેસને લગતી માહિતી અપડેટ ન કરતા નોટીસ ફટકારવામાં આવી છે.

શહેરમાં કોરોના કેસ વધતા પાલિકાએ બેંન્કોને સુરક્ષા કવચ સમિતિમાં નિયમિત પણે વેક્સિનેશન ઉપરાંત કોવિડ અંગેની માહિતી સુરત મહાનગર પાલિકાના પોર્ટલ ઉપર અપડેટ કરવા સૂચના આપી હતી. જોકે તેમ છતાં રોજેરોજ એન્ટ્રી ન કરાતા સેન્ટ્રલ ઝોન વિસ્તારની 40 બેંકની બ્રાંચોને ગાઈડલાઈનનું પાલન કરવા સંદર્ભે નોટીસ ફટકારી દિન 7 માં ખુલાસો કરવા પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈ એ જણાવ્યું હતું. કોટ વિસ્તાર (સેન્ટ્રલ ઝોન) ની 40 બેંકની વિવિધ બ્રાંચોને સરકારની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોને નોટીસ ફટકારી  છે.

આ બેંકોને નોટીસ ફટકારાઈ

 • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
 • બેંક ઓફ બરોડા
 • યુકો બેંક
 • સુટેક્ષ બેંક
 • વિજ્યાલક્ષ્મી બેંક
 • પંજાબસિંધ બેંક
 • કોટક મહિન્દ્રા બેંક
 • ફેડરલ બેંક
 • બંધન બેંક

અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-19 અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકારની વખતો વખતની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા માટે સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. જેને ફરી સક્રિય કરી કોવિડની તમામ એસઓપીનું પાલન કરાવવાનું રહે છે. પાલિકાના કોવિડ-19 પોર્ટલ ઉપર બેંકો દ્વારા રોજ પોતાના કર્મચારીઓની રસીકરણની તમેજ કોરોનાના કેસની એન્ટ્રી કરવાની હોય છે.

Facebook Comments Box

Videos

Our Partners