WatchGujarat. જ્યારે મનનો ભય આપણા સાહસથી પણ વધુ થઈ જાય ત્યારે તેને ફોબિયા તરીકે જ ઓળખી શકાય. સામાન્ય રીતે આપણે ઘણા પ્રકારની ચીજ – વસ્તુઓથી ડર અનુભવતા હોઈએ છીએ પણ જ્યારે તે ફોબિયા બની જાય છે ત્યારે વ્યક્તિ માટે પરેશાની વધી જતી હોય છે. ફોબિયા માત્ર ઉંચાઈ કે પાણીનો જ નથી હોતો ઘણા પ્રકારના ફોબિયા જોવા મળે છે. એક એવો જ ફોબિયા છે, અરેથમોફોબિયા એટલે કે સંખ્યા કે આંકડાનો ડર. આ ફોબિયા આંકડા /નંબર સાથે જોડાયેલ છે. માટે તેને ન્યુમેરોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને અધ્યાપક હસમુખ ચાવડા દ્વારા નંબરો કે આંકડાનો ભય કેવો હોય તે જાણવા સર્વે કર્યોં હતો. સાથે જ દુનિયાભરમાં 13 નંબરનો ભય હોવા અંગે મહત્વના રહસ્યો પણ જણાવ્યા હતા.

આ સર્વે દરમિયાન 450 વિદ્યાર્થીઓ પાસેથી મળેલી માહિતી

  • 4 નંબરનો ભય કોડરાફોબિયા 3%ને જોવા મળે છે.
  • 5 નંબરનો ભય કવીંટાફોબિયા 2%ને જોવા મળે છે.
  • 8 નંબરનો ભય ઓકટોફોબિયા 5%ને જોવા મળે છે.
  • 666 નંબરનો ભય હેક્સાકોસીઓઇહેક્સેકોન્ટાહેક્સાફોબિયા 4%માં જોવા મળ્યો
  • 13 નંબરનો ભય ટ્રીસ્કાયડેકા ફોબિયા 9%માં જોવા મળ્યો
  • 12 નંબરનો ભય ડોડેકાફોબિયા 4%ને જોવા મળે છે.

મોટાભાગના વિદ્યાર્થીએ જણાવ્યું કે 2020 માં કોરોના આવ્યો ત્યારથી 20 નમ્બર માટે પણ ભય લાગે છે. આમ નંબર કે સંખ્યાના ભયને અરેથમોફોબિયા તરીકે ઓળખાય છે. મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન થકી આ ભય કે ફોબિયા દૂર કરી શકાય છે. આ સર્વેને આધારે કહી શકાય કે લગભગ  27% લોકો કોઈને કોઈ આંકડાનો ભય કે લગાવ અનુભવતા હોય છે.

13 નંબરની સંખ્યાને આખી દુનિયા અશુભ માને છે.  ભારતની સાથે- સાથે  આખી દુનિયામાં 13 નંબરને અપશુકનિયાળ સંખ્યા તરીકે જોવામાં આવે છે.તેથી લોકો આ સંખ્યાના ઉપયોગથી બચવા માંગે છે. તેમાં પણ એ મહિનાની 13 તારીખ અને શુક્રવારનો દિવસ હોય તો લોકો વધારે ડરી જાય છે. કેટલાક લોકો તો એવા પણ છે કે જેઓ આ સંખ્યાને તેમની જીભ પર પણ લાવવા માંગતા નથી. તો આવો જાણીએ કે આ નંબર સાથે ક્યાં રહસ્યો છુપાયેલા છે, જેનાથી પુરી દુનિયા ડરે છે…

ખાસ કરીને પશ્ચિમના દેશોમાં તમને 13 નંબરથી લોકો વધારે ડરતા જોવા મળશે. ત્યાંના લોકોમાં 13  નંબર ના ડરનો માહોલ જોવાં મળે છે એવો ડર લગભગ તમને ક્યાંક જ જોવા મળશે. પરંતુ તમે તેના આ ડરનું કારણ જાણી લેશો તો તમે પણ 13 નંબરથી ડરવા લાગશો.અમારો હેતુ તમને ડરાવવાનો  નથી પરંતુ 13  નંબર સાથે જોડાયેલા રહસ્યમયી તથ્યોથી જાણકાર કરવાનો છે. આ કારણે જ દુનિયામાં એવો માહોલ સર્જાયો છે કે આ નંબરથી લોકોએ દૂર રહેવાનું શરુ કરી દીધું છે. આ તથ્યો હકીકતમાં તમને વિચારવા પર મજબુર કરી શકે છે.

સોશિયલ મીડિયા 13 ડીજીટ ફોબિયા

કેટલાક રિપોર્ટસ મુજબ ,13  નંબરને એટલા માટે અશુભ માનવામાં આવે છે કે ઈશુના મશીહા સાથે એક માણસે વિશ્વાસઘાત કર્યો જે તેમની જ જોડે રાત્રી ભોજન કરતો હતો. તે વ્યક્તિ 13 નંબરની ખુરશી પર બેઠો હતો. ત્યારથી લોકોએ આ નંબરને દુર્ભાગ્યપૂર્ણ સમજી લીધો અને ત્યારથી લોકો આ 13 નંબરથી દુર ભાગવા લાગ્યા. મનોવિજ્ઞાને આ ડર ને triskaidekafobiya અથવા 13 ડિજિટ ફોબિયા નામ આપ્યું છે. આ ડર એ હદ સુધી વધી ગયો કે લોકો 13  નંબરનો ઉપયોગ જ ટાળવા લાગ્યા છે.

વિદેશમાં 13 નંબરનો ડર

જો તમે વિદેશ પ્રવાસ પર ગયા હોવ અને કોઈ હોટેલ માં રોકાતી વખતે 13 નંબર ના કોઈ રૂમ કે એપાર્ટમેન્ટમાં માં 13 મો માળ ના જોવા મળે તો સમજી લેવું હોટેલનો માલિક 13 નંબરને અશુભ માને છે. તમને એવા લોકો પણ જોવા મળશે કે જેઓ હોટેલના 13 નંબર રૂમમાં રોકાવાનું બિલકુલ પસંદ નહીં કરતાં હોય. આ સિવાય પણ કોઇ બાર યા રેસ્ટોરન્ટમાં13 નંબરની જમવાની ખુરશી જોવા નહીં મળે. ફ્રાન્સના લોકોની વાત કરીએ તો ત્યાંના લોકોનું એવું માનવું છે કે ડાઇનિંગ ટેબલ પર 13 ખુરશી રાખવી અશુભ છે. ઇટાલીમાં પણ કેટલાય ઓપેરા હાઉસમાં 13 નંબરનાં ઉપયોગથી બચવામાં આવે છે.

ભારતમાં 13 નંબર ની અસર –

તમારી જાણકારી ખાતર જણાવી દઈએ કે 13 નંબરનો આ ડર માત્ર પશ્ચિમના દેશો માં જ નહીં પણ ભારતના લોકો પર પણ જોવા મળે છે. અહીં પણ ઘણા લોકો આ અંકને અશુભ માને છે. તમેં  કદાચ જ એ જાણતાં હશો કે સપનાઓનું શહેર ચંદીગઢ સુનિયોજિત શહેર માનવામાં આવે છે. તે પંડિત જવાહરલાલ નહેરુનાં સપનાઓનું શહેર હતું. પરંતુ તમે એ નહિ જાણતાં હો કે આ સુનિયોજિત શહેરમાં સેકટર 13 નથી. શહેરનો નકશો બનાવનાર આર્કિટેક્ટએ 13 નંબર નું સેક્ટર જ બનાવ્યું નથી કારણ કે, તે 13 નંબરને અશુભ માનતો હતો. આ આર્કિટેક્ટને શહેરની ડિઝાઈન તૈયાર કરવા માટે વિદેશથી બોલાવવામાં આવ્યો હતો.

ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી પર પણ રહી છે 13 અંકની અસર

અટલ બિહારી વાજપેયીનાં જીવનમાં પણ 13 નંબર સાથે ગાઠ સંબંધ રહેલો છે. જો તમને યાદ હોય તો તેમનું પ્રધાનમંત્રી કાળમાં પણ તેમની સરકાર પ્રથમવાર 13 દિવસ માટે સ્થિર રહી હતી. તેના પછી ફરી જ્યારે વાજપેયી માટે સામેથી બીજીવાર નિવેદન ગ્રહણની તક આપે છે તે પણ 13 તારીખે જ હતી. ત્યારબાદ પણ  તેમની સરકાર 13 મહિના સુધી જ ચાલી હતી. પૂનઃ 13મીનાં વાજપેયીને 13મી લોકસભાનાં પ્રધાનમંત્રી રૂપે, 13 દળોના સહયોગથી 13મી તારીખે જ પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં ફરી પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગનાં લોકો તેને માત્ર સંયોગ માનવા તૈયાર નથી.

Facebook Comments Box

Videos

Our Partners