ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ
10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરવા માટે દાવેદારોનો ધસારો જોવા મળ્યો
પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો
WatchGujarat. ગત 29 નવેમ્બરથી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયાનો વિધીવત આરંભ થઈ ચૂક્યો છે. સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ધસારો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસથી. પરંતુ પ્રાંતિજમાં એક મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો.
મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો વળી ગયો
સાબરકાંઠાના પ્રાંતિજના મહિલા ઉમેદવારનું ફોર્મ ભરવામાં અધિકારીને પરસેવો છૂટી ગયો હતો. કારણ કે, મહિલા ઉમેદવાર ફોર્મ ભરવા માટે 2 રૂપિયાનો સિક્કો લઈને આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાંતિજમાં એક મહિલા ઉમેદવાર સરપંચનું ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. પરંતુ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવા માટે આ મહિલા ઉમેદવાર પોતાની સાથે ચિલ્લર લઈને આવ્યાં હતાં. તેમણે ફોર્મની સાથે 2 રૂપિયાના સિક્કાનો ટેબલ પર ઢગલો કરી દીધો હતો. આ 2 રૂપિયાના સિક્કા ગણતા-ગણતા અધિકારીને પણ પરસેવો છૂટી ગયો હતો.
મહત્વનું છે કે ટૂંક સમયમાં જ ગુજરાતની 10 હજાર 879 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. 6 ડિસેમ્બરે ચૂંટણી માટેના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 7 ડિસેમ્બરે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. 10 હજારથી વધુ સરપંચ અને 89 હજારથી વધુ ગ્રામ પંચાયતના સભ્યો માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. 19 ડિસમ્બરે ચૂંટણી માટે બેલેટ પેપરથી મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પરિણામ જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે, પ્રાંતિજની 27 ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 97 ફોર્મ ભરાયા છે. તો 27 ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્યો માટે 188 ફોર્મ ભરાયા છે. આજે ગ્રામ પંચાયતની ચુંટણીના ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ છે. ગઈ કાલે સરપંચ માટે ૩૯૮ અને સભ્યો માટે ૧૨૧૫ ની ઉમેદવારી પત્રો ભરાયા હતા. 260 સરપંચ બેઠક અને ૨૨૩૪ વોર્ડ સદસ્ય બેઠક માટે ચુંટણી પ્રક્રિયા થશે.