watchgujarat: અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદ દુનિયાભરના વૈજ્ઞાનિકો સ્તબ્ધ થઈ ગયા છે. નાસાએ કહ્યું કે એલિયન્સ પૃથ્વી પર આવી ચૂક્યા હશે. અમેરિકી સ્પેસ એજન્સીનું કહેવું છે કે આપણે બીજી દુનિયાને સંપૂર્ણપણે નકારી શકીએ નહીં. નાસાનું કહેવું છે કે અમારી પાસે આ અંગે કોઈ પુરાવા નથી, પરંતુ અમે તેના પર સંશોધન કરી રહ્યા છીએ.

નાસા તેના વિજ્ઞાન મિશન દ્વારા પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર જીવનના ચિહ્નો શોધી રહ્યું છે. આ માહિતી એક સરકારી સંસ્થાની વેબસાઈટ પર આપવામાં આવી છે. આ અંગે યુએસ સ્પેસ એજન્સી તરફથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ નાસાએ 30 નવેમ્બરે આપ્યો હતો. જાહેર કરાયેલા દસ્તાવેજ અનુસાર, UFOની તપાસ દરમિયાન વૈજ્ઞાનિકો સમક્ષ વિજ્ઞાનના ઘણા પ્રશ્નો આવ્યા.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેડક્વાર્ટર (પેન્ટાગોન) એ નાસાના ઘટસ્ફોટ પહેલા એક અહેવાલ બહાર પાડ્યો હતો કે રહસ્યમય ઉડતી વસ્તુઓ (UFO) છેલ્લા ઘણા વર્ષોમાં સૈન્ય એરફિલ્ડમાં જોવામાં આવી છે. આ અંગે યુએસ સરકાર પાસે શું માહિતી છે.

નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટરના કાર્યાલયના અહેવાલ અનુસાર, 144 UFO ઘટનાઓની તપાસ કરવામાં આવી છે. સરકારે આ ઘટનાઓને અજાણી હવાઈ ઘટનાઓ તરીકે સ્વીકારી છે. પરંતુ સંશોધકો માત્ર એક જ ઘટના વિશે જણાવી શક્યા છે. આને હવામાં વિકાર કહેવામાં આવે છે, જે રડાર સાથે સંબંધિત છે.

તપાસ કરતા વૈજ્ઞાનિકોને તપાસ દરમિયાન આવા કોઈ પુરાવા મળ્યા નથી જેથી આ ઘટનાઓને એલિયન જીવન સાથે જોડીને જોઈ શકાય. આના કોઈ પુરાવા પણ નથી, જેને ચીન અને રશિયા જેવા દેશોની તકનીકી પ્રગતિ સાથે જોડી શકાય. અમેરિકાના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે અમારી પાસે 144 ઘટનાઓ અંગે કોઈ સ્પષ્ટ પુરાવા નથી જેની તપાસ ચાલી રહી છે. પરંતુ હાલના ડેટાના આધારે અમે વધુ તપાસ કરીશું.

એમરિકાએ કહ્યું છે કે તે જાણતું નથી કે UFO એ કોઈપણ દેશની ટેક્નોલોજી છે જેને પુરાવા અથવા ડેટા એકત્ર કરવા માટે તેના સૈન્ય વિસ્તારમાં મોકલવામાં આવ્યો હોય. એવા કોઈ પુરાવા પણ નથી કે તેઓ એલિયન્સ સાથે કોઈ જોડાણ ધરાવે છે. જો કે આ મામલે તપાસ ચાલુ રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud