• ત્રણેય છાત્રાઓને 108 માં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ
  • અત્યાર સુધીમાં જ 32879 છાત્રોનું રસીકરણ
  • છાત્રાઓને ગભરાટ, ભૂખ્યા પેટ કે હોર્મોન્સમાં બદલાવના લીધે અસર થઈ હોવાની શક્યતા, વેકસીનની કોઈ આડઅસર નહિ
  • વેકસીન કે ઇન્જેક્શન ફોબિયાના કારણે પણ આમ બની શકે

બાળકોની રસી કેવી રીતે અસરકારક છે? જાણો તેની સંભવિત નાની આડ અસરો શું છે

WatchGujarat. ભરૂચ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિધાર્થીઓને રસીકરણના બુધવારે ત્રીજા દિવસે 3 વિદ્યાર્થીનિઓની વેકસીન બાદ તબિયત બગડતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સ્થળ ઉપર આરોગ્ય ટીમની હાજરી વચ્ચે તાત્કાલિક 108 માં ત્રણેય કિશોરીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ભરૂચના મનુબર ગામે સાર્વજનિક સ્કૂલમાં બુધવારે વિદ્યાર્થીઓનું વેકસીનેશન ચાલી રહ્યું હતું. જેમાં વેકસીન આપ્યા બાદ 3 છાત્રાની તબિયત લથડતા 108 માં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, વેકસીનની કોઈ આડઅસર જોવા મળી નથી. દીકરીઓ વેકસીનના ભય, હાર્મોન્સમાં બદલાવ કે ભૂખ્યા પેટે રસી લેવાના લીધે આમ બન્યું હોવું જોઈએ. જિલ્લામાં અત્યાર સુધી 15 થી 17 વર્ષના 32879 છાત્રોનું વેકસીનેશન થઈ ગયું છે પરંતુ કોઈના માં પણ આડઅસર જોવા મળી નથી.

અઢી દિવસમાં જ 32 હજાર કરતા વધુ છાત્રોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે ત્યારે એક પણ વિદ્યાર્થીને આડઅસર સામે આવી નથી. આજે 3 છાત્રોની તબિયત બગડવાના કિસ્સામાં તેઓએ રાતે વાસી ખોરાક આરોગ્ય હોય કે સવારે ભોજન કે નાસ્તો ન લીધો હોય તો ભૂખ્યા પેટે રસી લીધા બાદ આમ થઈ શકે છે. ખાસ દિકરીઓમાં હાર્મોન્સને લઈ ને પણ આમ બની શકે. અને વધુમાં વેકસીન, સોયનો ડર, ગભરાટ પણ કારણભૂત બની શકે છે. જેને વેકસીન કે ઇન્જેક્શન ફોબિયાના કારણે પણ આમ બની શક્યું હોય. હાલ વેકસીન હોવાનું 108 નો સ્ટાફ અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. જોકે દીકરીઓની તબિયત બગડતા માતા-પિતા અને પરિજનોમાં ભારે ચિંતા સાથે રોષ જોવા મળ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud