• અમદાવાદની ટીપી 40 સોલા હેબતપુર ભાડજમાં 6 નંબરના ફાઇનલ પ્લોટમાં આ મંજૂરી આપવામાં આવી
  • ત્રણ રેસિડેન્ટ ટાવરનું બાંધકામ કરવામાં આવશે. જેમાં દરેક માળની સરેરાશ ઉંચાઈ સાડા અગિયાર ફૂટની રહેશે
  • ત્રણ માળ સુધી અન્ડર ગ્રાઉન્ડ ભોંયરાની પાર્કિંગ માટેની સુવિધાઓ ઉભી કરવાની જોગવાઈ માટે પણ મંજૂરી અપાઈ

WatchGujarat. દેશનાં મોટ શહેરોમાં ઉંચી ઇમારતો જોવા મળે છે તેવી જ રીતે રાજ્યનાં અમદાવાદમાં ઉંચી બિલ્ડિંગોમાં વધારો થઇ રહ્યો છે. ધીમે-ઘીમે ગામડાઓમાંથી શહેર તરફ વધતા ઘસારાને લીધી અમદાવાદમાં ગીચતા વઘતી જાય છે.માટે ઉંચી ઇમારતનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હાલમાં અમદાવાદમાં 22 માળની ઇમારત સ્થાયી છે.ત્યારે હવે અમદાવાદમાં અને ગુજરાતમાં પ્રથમ વખત 32 માળની ઇમારત બનવા જઇ રહી છે.

મળતી માહિતી મુજબ 32 માળ એટલે કે 112 મીટરની ઉંચાઈ ધરાવતું આ બિલ્ડિંગ અમદાવાદમાં આકાર પામશે. ગુજરાત સરકારે ગુજરાતના પ્રથમ 32 માળના બીલડીગને મંજૂરી આપી છે. ગુજરાત ટોલ બીલડીગ પોલિસી હેઠળ આ પ્રકારની પ્રથમ મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગના પ્લાન પાસ કરીને ટોલ બિલ્ડિંગ પોલિસી માટે નિયુક્ત કરાયેલી ટેક્નિકલ કમિટીને મોકલી આપવામાં આવ્યા હતા. જેના દ્વારા સઘન અભ્યાસ બાદ તેને મંજૂરી આપવામાં આવી હતી.અમદાવાદની ટીપી 40 સોલા હેબતપુર ભાડજમાં 6 નંબરના ફાઇનલ પ્લોટમાં આ મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ રેસિડેન્ટ ટાવરનું બાંધકામ કરવામાં આવશે. જેમાં દરેક માળની સરેરાશ ઉંચાઈ સાડા અગિયાર ફૂટની રહેશે.

ગુજરાતમાં ટોલ બિલ્ડિંગ પોલિસી મેં 2021થી અમલમાં આવી હતી. ત્યારબાદ પ્રથમ આ રેસિડેન્ટ બિલ્ડિંગને મંજુરી આપવામાં આવી છે. જેમાં ત્રણ માળ સુધી અન્ડર ગ્રાઉન્ડ ભોંયરાની પાર્કિંગ માટેની સુવિધાઓ ઉભી કરવાની જોગવાઈ માટે પણ મંજૂરી અપાઈ છે.મંજુરી મળેલા આ બિલ્ડિંગમાં એ, બી અને સી એમ ત્રણ ટાવર રહેશે જેમાં દરેકમાં 116 અને કુલ મળીને 348 ફ્લેટનું બાંધકામ થઈ શકશે. જે ડિસેમ્બર 2025 એટલે કે આગામી ચાર વર્ષમાં પૂર્ણ થશે. ગુજરાતમાં અગાઉ સૌપ્રથમ 22 માળના બિલ્ડિંગ તરીકે લગભગ 40 વર્ષ પૂર્વે અમદાવાદમાં પતંગ હોટલને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 22 માળના બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું કે આ પ્રકારની મંજૂરીમાં જે તે બિલ્ડિંગમાં સ્ટ્રક્ચરની ડિઝાઇન ઉપર વિશેષ ભાર મુકાતો હોય છે. જો કે અગાઉ ગિફ્ટ સિટીમાં 70 માળના બિલ્ડિંગ બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ ડિફેન્સ સહિતની કેટલીક સરકારી એજન્સીઓ દ્વારા આ બાબતે હકારાત્મક પ્રતિભાવ નહિ મળતા આ પ્રોજેકટને સફળતા મળી શકી નહોતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud