• આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ
  • પક્ષકારો-વકીલોને કેસને લગતા દસ્તાવેજો- કાગળો ડ્રોપ બોક્સમાં મુકવા માટે વિનંતી
  • વકીલોને વર્તમાન પરિસ્થિતિને લઈને માહિતગાર કરવામાં આવ્યા

Watchgujarat.રાજ્યમાં વધતા કોરોના કેસ વચ્ચે સરકાર તો જાહેર કાર્યક્રમો કરતાં અચકાતી નથી. અનેક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. પરંતુ કોરોનાનાં વધતા કેસથી ચિંતિત ગુજરાત હાઇકોર્ટે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ વકીલો ને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તે અંતર્ગત કોર્ટની કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદની નીચેની કોર્ટમાં પણ સતર્કતા માટે સૂચનો જારી કર્યા છે. અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તરફથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તકેદારી રાખવા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનો જારી કર્યા છે. જેમાં પક્ષકારોએ અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં ન આવવા કહેવામાં આવ્યું છે. સાથે જ પક્ષકારો અને વકીલોને કેસને લગતા દસ્તાવેજો- કાગળો ડ્રોપ બોક્સમાં મુકવા માટે વિનંતી કરવામાં આવી છે.આ મામલે અમદાવાદ બાર એસોસિએશન તથા સ્મોલકોર્ટ બાર એસોશિએશન તરફથી વકીલોને વર્તમાન પરિસ્થિતિને લઈને માહિતગાર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વધી રહેલા કિસ્સા અનવ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે અને કોર્ટ પરિસરમાં લોકોની અવર-જવર પણ વધી રહી છે જે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી 20 જાન્યુઆરી સુધી બંને પક્ષકારો અને વકીલની સંમતીથી જ કેસ ચલાવવા, કોઈ વકીલની ગેર હાજરીમાં કેસ ન ચલાવવા અને એક તરફી આદેશો ન કરાવવા માટે સૂચના અપાઈ છે. ઉપરાંત સાક્ષીને કોર્ટમાં બોલાવવા આગ્રહ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud