કડાણામાં નરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં બાળકોએ કર્યુ કામ
સરકારી અધિકારીની હાજરીમાં જ બાળ મજૂરી
45 ડિગ્રી તાપમાનમાં માથે તગારા લઇ બાળકોએ મજૂરી કરી
Watchgujarat.એક બાજુ રાજ્ય સરકાર બાળ મજુરી અટકાવવા મસમોટી વાતો કરી રહી છે. બીજી તરફ નાના બાળકો માથે ભાર લઇ કાળી મજુરી કરતા જોવા મળ્યા હતા. કડાણા તાલુકામાં નરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં સગીર વયના કુમળા બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાનું ચિત્ર સામે આવ્યું હતું પરંતુ શરમજનક વાત એ છે ખુદ કડાણા નરેગા શાખાના આસીસ્ટન્ટ મેનેજરની હાજરીમાં નાના બાળકો 45 ડિગ્રી તાપમાનમાં માથે તગારા લઈ મજુરી કરતા હતા,ત્યારે બાળ મજુરીના દુષણને નાથવા માટે સરકારના પ્રયત્નો સરકારી અધિકારીઓ નિષ્ફળ ઠેરવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો. બાળકોને કામ કરતાં જોઇ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ હાલ મહીસાગર જિલ્લામાં જળ સંચય માટે નરેગા યોજના અંતર્ગત ચેકડેમ,કુવાતેમજ તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. જેમા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક રોજગારી મળી રહે તેવા ઉમદા આશયે નરેગા યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચીને સરકાર દ્વારા લોકોને ઘર આંગણે રોજગારી પુરી પાડવામાં આવી રહી છે, ત્યારે 11 મે બુધવારના રોજ કડાણા તાલુકાના વેલણવાડા ખાતે આવેલ તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી હતી, જેમા આસીસ્ટન્ટવર્ક મેનેજર એસ.ટી.પંચાલ આ કામની દેખરેખ કરી રહ્યા હતા. આ સમયે 8 થી 9 વર્ષના સગીર વયના બાળકો કાળઝાળ ગરમીમાં પાવડા,ત્રીકમ પકડી માથે તગારા ચઢાવી તળાવની પાળ બાંધી રહ્યા હતા.
કાળઝાળ ગરમીમાં નાના બાળકો માથે ભાર લઇ 45 ડિગ્રી તાપમાનમાં કાળી મજુરી કરી રહ્યા છે ત્યારે કરી રહ્યા છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતે ઉભા રહી બાળ મજુરી ના દૂષણ ને વેગ આપવા જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે સરકારી કર્મચારી જ ખુદ બાળ મજૂરી કરાવી રહ્યા છે ત્યારે અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી થશે કે માત્ર તપાસમાં છાવરી લેવામાં આવશે.