• પહેલી ઓક્ટોબરથી વર્લ્ડ એક્સ્પોની શરૂઆત થઈ ગઈ છે
  • મુખ્યમંત્રીની સાથે ઉચ્ચ અધિકારી પણ દુબઇના પ્રવાસે જશે
  • પહેલાપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત નક્કી હતી
  • સરકાર બદલાતા હવે ભુપેન્દ્ર પટેલ જશે મુલાકાત

Watchgujrat. રાજ્યનાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરે દુબઈના પ્રવાસે જશે. દુબઈમાં વર્લ્ડ એક્સ્પોમાં CM હાજરી આપશે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત નક્કી હતી. પરંતુ સરકાર બદલાતા હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દુબઇનાં પ્રવાસે જશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે મુખ્યમંત્રીના અધિક સચીવ પંકજ જોશી, મુખ્યમંત્રીનાં સેક્રેટરી અવતિંકા સિંહ અને ઉદ્યોગવિભાગનાં અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તા પણ જોડાશે. આ તમામ અધિકારીઓ વાઇબ્રન્ટ સમિટને લઇને પ્રવાસ કરશે. મહત્વનું છે કે દુબઈમાં પહેલી ઓક્ટોબરથી વર્લ્ડ એક્સ્પોની શરૂઆત થઈ ગઈ છે. હવે આગામી 6 મહિના સુધી વિશ્વના 192 દેશ પોતાની શક્તિ, તકનીક અને કલા સંસ્કૃતિને આ એક્સ્પો દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરી શકશે. એટલું જ નહીં, આ વખતે દુબઈ એક્સ્પોમાં ભારતનો દમ આખું વિશ્વ જોઈ રહ્યું છે.

એક્સ્પોમાં આ વખતે સૌથી મોટું આકર્ષણ ભારતનું પેવેલિયન છે. ભારત તરફથી ટાટા ગ્રુપ, રિલાયન્સ, અદાણી, વેદાંતા, HSBC જેવી અનેક દિગ્ગજ કંપનીઓની સાથે સાથે સેંકડો બિઝનેસ ગ્રુપ પણ હિસ્સો લઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે એક્સ્પોમાં સમગ્ર વિશ્વની તમામ દિગ્ગજ કંપનીઓના ઉત્પાદનો ઉપરાંત નવી તકનીક અને ઈનોવેશનનો અદભૂત સંગમ થશે. એક્સ્પોમાં 192 કરતા પણ વધારે દેશ એકઠા થયા છે અને બધાના અલગ પેવેલિયન બનાવવામાં આવ્યા છે. બધા જ દેશોના પેવેલિયન તેમની વધી રહેલી શક્તિ અને ક્ષમતાથી વિશ્વને માહિતગાર કરશે.આ દુબઇ એક્સ્પો 182 દિવસ સુધી ચાલશે. આ એક્સ્પો દરમિયાન નવી ટેક્નોલોજી અને ઇનૉવેશનનું પ્રદર્શન કરવામાં આવશે. અહીં રોજ 60 ઇવેન્ટ યોજાઇ રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners