પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ (Babar Azam) ખૂબ પ્રતિભાશાળી છે અને તે વનડે, ટી 20 અને ટેસ્ટ ક્રિકેટમાં જે ઝડપે સદી ફટકારી રહ્યો છે તે જોઈને, દરેક જણ તેની તુલના વિરાટ કોહલી (Virat Kohli) સાથે કરે છે. જોકે, પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) આ સાથે સહમત નથી. શોએબનું માનવું છે કે બાબર આઝમમાં મહાન ખેલાડી બનવાની બધી સંભાવનાઓ છે પરંતુ તેણે કોહલીની જેમ સતત સ્કોર કરવો પડશે. આ સાથે શોએબ અખ્તરે એમ પણ કહ્યું કે વિરાટ સાથે બાબરની તુલના ખૂબ જ ઝડપથી થઈ રહી છે. આ માટે તેણે ઓછામાં ઓછા 20 થી 30 હજાર રન બનાવવા પડશે.

સ્પોર્ટસકીડા સાથેના એક ખાસ ઇન્ટરવ્યૂમાં શોએબ અખ્તરે કહ્યું, ‘બાબર આઝમ એવા સમયે ક્રિકેટ રમી રહ્યો છે જ્યારે ઝડપી બોલરોની તીવ્ર અછત છે. પરંતુ વિરાટ કોહલી સાથે સરખામણી કરવી તે હાલમાં ઘણું વહેલું છે, તેને પહેલા 20 થી 30 હજાર રન બનાવા દો જેમ વિરાટ કોહલીએ કર્યું છે ત્યારે તેની સરખામણી કરો. જોકે, શોએબ અખ્તરે કબૂલ્યું હતું કે, બાબર આઝમે વર્ષોથી તેની બેટિંગ પર સખત મહેનત કરી છે અને તે મહાન ખેલાડી બનવાના ગુણો ધરાવે છે.

‘બાબર આઝમમાં મહાન ખેલાડીઓના ગુણ’

શોએબ અખ્તરે કહ્યું, ‘બાબર આઝમ હજી શીખી રહ્યા છે. તેને પહેલા વનડે ટીમની બહાર રાખવામાં આવતો હતો પરંતુ તેને ખૂબ મહેનત કરી હતી અને તે વનડે ખેલાડી બની ગયો છે. ઘણા લોકો તેને ટી 20 ખેલાડી માનતા ન હતા પરંતુ હવે તે ટી 20 ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. એક જ દિવસમાં બધું બદલાતું નથી. વર્ષ 2009-10માં વિરાટ કોહલી કંઈ નહોતો. પરંતુ તે પછી વિરાટ કોહલીએ તેની ગતિ બદલી, તેની રમત અને ફિટનેસ પર સખત મહેનત કરી.

જણાવી દઈએ કે બાબર આઝમ હાલમાં 14 વનડે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો છે. બાબર આઝમે 14 વન ડે સદી માટે 81 ઇનિંગ્સ રમી છે, જ્યારે વિરાટ કોહલીએ આ માટે 103 ઇનિંગ્સ લીધી હતી. બાબર આઝમે ટેસ્ટમાં 42.5 સરેરાશથી રન બનાવે છે અને વનડેમાં તેની સરેરાશ 56.9 છે. જ્યારે ટી -૨૦ માં પણ તેને ઈનિંગ દીઠ 46.8 રન બનાવ્યા છે. બીજી તરફ, વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેની ત્રણેય ફોર્મેટમાં સરેરાશ પચાસથી વધુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud