• ગ્રાહક દૂધ ભરાવી ઘરે પહોંચે ત્યાં સુધી તેને પ્રતિ ફેટ અને લિટરના હિસાબે કેટલા રૂપિયા થયા તેની જાણ મેસેજ દ્વારા થઈ જાય છે
  • પારદર્શક વહીવટ બદલ NCDC તરફથી રાજ્યની શ્રેષ્ઠ દૂધમંડળીનો એવોર્ડ

WatchGujarat. મહિલાઓ અનેક ક્ષેત્રે પુરૂષો કરતા આગળ છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. તેવો જ વધુ એક કિસ્સો પાલનપુરનો છે. પાલનપુર તાલુકાના ભાગળ (હરસિદ્ધનગર) 1500 ની વસ્તી ધરાવતું ગામ છે. જેમાં ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. તેથી ગામમાં ત્રણ દૂધમંડળીઓ આવેલી છે. વર્ષ 2013 માં હરસિધ્દ્વ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની શરૂ થયેલ મંડળીએ તેના સંચાલનથી સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ દૂધ મંડળી તરીકેનું બહુમાન મેળવ્યું છે. ત્યારે આ મહિલા દૂધ ઉત્પાદક મંડળીનો સમગ્ર વહીવટ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાની એક માત્ર એવી દુધમંડળી કે જેનો સમગ્ર વહીવટ મહિલાઓ કરે છે અને મંડળીના મંત્રી, ચેરમેન સહિતના તમામ સભ્યો પણ મહિલાઓ જ છે. એટલું જ નહીં મંડળીના પારદર્શક વહીવટને કારણે તાજેતરમાં એન.સી.ડી.સી. તરફથી રાજ્યની શ્રેષ્ઠ દૂધમંડળીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ત્યારે ગામમાં દરરોજ સવારે અને સાંજે બે ટાઈમ પશુપાલકો આ મંડળીમાં દૂધ ભરાવવા આવે છે. જેને લીધે દર મહીને દુધના પેટે રર લાખની રકમ સીધી ગ્રાહકોના ખાતામાં જમા થાય છે. મોટી સંખ્યામાં આવતા ગ્રાહકોને પૂરતા ફેટના પૂરતા ભાવ અહીં મળી રહે છે.

મંડળીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ

આ મંડળીમાં દૂધ ભરાવવા આવનારા ગ્રાહકને દુધની કિંમત સાથે તેનો કોડ નંબર કમ્પ્યૂટરમાં દેખાય છે. સાથે-સાથે છેલ્લા 5 દિવસમાં તે વ્યક્તિએ કેટલુ દૂધ ભરાવ્યુ, તેની કિંમત કેટલી થઈ તે પણ જોવા મળે છે. એટલું જ નહીં ગ્રાહક દૂધ ભરાવી ઘરે પહોંચે ત્યાં સુધી તેને પ્રતિ ફેટ અને લિટરના હિસાબે કેટલા રૂપિયા થયા તેની જાણ મેસેજ દ્વારા થઈ જાય છે. દર 15 દિવસે કુલ રકમ સીધા જ ગ્રાહકના બેંક ખાતામાં જમા થઈ જાય છે. આમ સંપૂર્ણપણે પારદર્શક અને પેપરલેસ વહીવટ મહીલાઓ દ્વારા કરવામાં આવે છે. જેને લીધે આ ડેરીને અમદાવાદ ખાતે નેશનલ સહકારી ડેરી કોર્પોરેશન દ્વારા શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મંડળીનો એવોર્ડ તથા 25 હજારનુ ઇનામ પ્રાપ્ત થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud