- પંચમહાલ જિલ્લાના હાલોલના યુવકને સાયબર માફિયાઓએ બનાવ્યો નિશાન
- ઓનલાઈન મિત્રતા બાંધી ગીફટ એરપોર્ટ પરથી છોડાવવાના રૂ.28.45 લાખ પડાવી લીધા
- પંચમહાલ-ગોઘરા રેન્જ સાયબર સેલે ગુનો નોંધી ચાર આરોપીઓને પકડી પાડ્યા
- ઓરોપીઓ ફેસબુકના માધ્યમથી લોકોને તેમના સકંજામાં લેતા હતા
WatchGujarat. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેના યુવકને સાયબર માફિયાઓએ ફેસબુકના માધ્યમથી સકંજામાં લઈ કિંમતી ગીફટ વિદેશથી મોકલી તેને એરપોર્ટ પરથી છોડાવવાના બહાને ટુકડે ટુકડે કુલ રૂ. 28.45 લાખ ઉપરાંત પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ હતી અને આ ગુનામાં સંડાવાયેલા ચાર આરોપીને પંચમહાલ-ગોઘરા રેન્જ સાયબર સેલે પકડી પાડ્યા હતા. જ્યારે એકનું નામ તપાસમાં ખુલતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, હાલોલના કુંભારવાડમાં રહેતા વિમા એજન્ટ મોહસીનખાન યુસુફખાન પઠાણ(ઉ.વ.28) એ પંચમહાલ-ગોઘરા રેન્જ સાયબર સેલમા ફરિયાદ આપી જણાવ્યું હતુ, કે મને “Mari Grac” નામના યુઝર આડીથી ફેસબુક પર ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી. જે રીકવેસ્ટ સ્વિકારી અમારી મેસેન્જરના માધ્યમથી વાતચીત થઈ હતી અને આ બાદ ફોન નંબરની આપ લે થઈ હતી. અને અમારે મિત્રતા બંધાઈ હતી.
મિત્રતા બંધાઈ ગઈ હોવાથી સામે વાડી વ્યક્તિએ ફોરેનથી ગીફ્ટ મોક્યું હોવાનું જણાવ્યુ હતું અને તેના ફોટો મોકલ્યા હતા. મને વિશ્વાર આવી જતા તેમને ગીફ્ટ એરપોર્ટ પર આવી ગયું છે અને તેને છોડાવવાનું છે. તેમ જણાવ્યુ હતું. આ આરોપીએ અલગ-અલગ બહાના બનાવી મોહસીનખાન પાસે મોટા મોટા ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ. 28.45 લાખ ઉપરાંત પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા સાયબાર સેલે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ફોન નંબર, બેંક એકાઉન્ટ વગેરેના મદદથી આરોપી દિલ્હી તથા હરિયાણાના હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસે આ માહિતાના આધારે ચાર આરોપીને પકડી પાડ્યા હતા. અને આ સિવાસ વધુ ગુના કર્યા છે કે કેમ? તથા અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરી હતી. જેમાં વધુ એકનું નામ ખુલ્યું હતું.
પકડાયેલા આરોપી
- શીખા રામેમાંગર તમાંગ (ઉ.વ.40)(રહે, મુળ વેસ્ટ બંગાળ અને હાલ હરિયાણા)
- શબીના મનીકુમાર તમાંગ(ઉ.વ.32)(રહે, મુળ વેસ્ટ બંગાળ અને હાલ હરિયાણા)
- રજત કુમાર છેત્રી (ઉ.વ. 27)(રહે, મુળ વેસ્ટ બંગાળ અને હાલ હરિયાણા)
- રાજુકુમાર પરમાત્મારાય (ઉ.વ.26)(રહે, મુળ બિહાર અને હાલ હરિયાણા)
જો કે આ મામલે તપાસ દરમિયાન કરન જનસાઠાકુરી રહે, દિલ્હી મુળ, નેપાળનું નામ ખુલ્યું હતું. પોલીસે આરોપીઓને પકડી પાડી તેમના મોબાઈલ નંગ- 5 રૂ.25 હજારના કબ્જે કર્યા છે.
કેવી રીતે આરોપીઓ લોકોને તેમના સકંજામાં લેતા હતો?
આરોપીઓ ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી મિત્રતા બાંધી પહેલા ફોન નંબર લેતા હતા. સ્વરૂપવાન છોકરીઓ સાથે ચેતીંગ કરવતા અને આ બાદ તેઓ ફોરેનથી મોંઘી અને કિંમતી ગીફ્ટ મોકલી તેના ફોટો મોકલતા અને વિશ્વાસ કેળવતા. જોકે આ બાદ આરોપીઓ પોતાનો અસલી ખેલ ચાલુ કરતા અને એરપોર્ટ પરથી ગીફ્ટ છોડાવવા અલગ અલગ ચાર્જીસના રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરતા હતા.