પેપર લીક કૌભાંડ બાદ રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી
નવી પદ્ધતિથી પરિક્ષા ઝડપી લઇ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે બેઠક થઇ હતી
હવે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવશે કે ગેરનિતીની કોઇ તક જ નહીં મળે ઃહર્ષ સંઘવી
WatchGujarat. પેપર લીક કૌભાંડ બાદ રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આગામી માર્ચ મહિનામાં નવી પદ્ધતિથી પરીક્ષા લેવાશે. ગૌણ સેવા આયોગ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આખરે હેડ ક્લાર્કની પરિક્ષા રદ્દ કરવામાં આવી છે. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે તમામ માહિતી આપી હતી. ગૃહમંત્રીએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે હવે આગામી પરિક્ષા માર્ચ મહિનામાં યોજાશે.લાયક ઉમેદવારને ન્યાય મળે તે માટે આ વખતે રાજ્ય સરકાર તમામ યોગ્ય પગલાં લઇને માર્ચ મહિનામાં ફરીથી પરિક્ષા યોજશે. આ પરિક્ષામાં જુના ફોર્મ ભરેલા લાયક ઉમેદવાર ગણાશે.
વધુમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ફરી પરિક્ષા લેવાય તે પહેલા હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં પકડાયેલા 14 વ્યક્તિઓને ઝડપથી સજા થાય અને એવી સજા કે ભવિષ્યમાં કોઇ આવી હિંમત ન કરે તેવો સરકારે નિર્ધાર કર્યો છે. દોષિતોને એવી સજા કરવામાં આવશે કે પરિક્ષાર્થીઓ પણ પેપર લેવાની હિંમત નહીં કરે. વધુમાં ઉર્મેર્યુ હતુ કે રાજ્યનાં યુવક-યુવતીઓ તનતોડ મહેનત કરતા હોય છે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમનો પરિવાર પણ ખૂબ પરિશ્રમ કરતો હોય છે આવા પરિવારને અન્યાય ન થાય તે જવાબદારી સરકારની છે.માટે રાજ્યનાં મુખ્યમંત્રીએ તમામ વિભાગને ખાસ સતેજ રહેવા સૂચના આપી છે જ્યારે ખાસ કરીને ગૃહ વિભાગ યુવાનોનાં હિતમાં રહીને તમામ નિર્ણય લેશે અને આગામી દિવસોમાં નવી પદ્ધતીથી પરિક્ષા ઝડપી લેવાય તે માટે ગૃહ વિભાગ કામે લાગી ગયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે.
- પેપર લીક કૌભાંડ બાદ રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી
- નવી પદ્ધતિથી પરિક્ષા ઝડપી લઇ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે બેઠક થઇ હતી
- હવે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવશે કે ગેરનિતીની કોઇ તક જ નહીં મળે ઃહર્ષ સંઘવી