• વડોદરા શહેરની ટ્રી હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની કેની પટેલની પસંદગી થઈ હતી
  • વિદ્યાર્થીઓના ગભરાટને દૂર કરવા પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચાની 5 મી આવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
  • નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી 1 હજાર વિદ્યાર્થી સાથે વાતચીત કરી 

WatchGujarat.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘પરીક્ષા પર ચર્ચા’ દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમમાં મોદી 1 હજાર વિદ્યાર્થી સાથે વાતચીત કરી છે. PM મોદીએ સૌપ્રથમ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. આ દરમિયાન તેમણે બાળકોના ઓટોગ્રાફ પણ લીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે પરીક્ષાનું ટેન્શન ન હોવું જોઈએ. પરીક્ષાને તહેવાર બનાવી દઈશું તો એ રંગીન બની જશે.

હાલમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. અને બોર્ડની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ ગભરાયેલા હોય છે. તો વિદ્યાર્થીઓના ગભરાટને દૂર કરવા પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચાની 5 મી આવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરની ટ્રી હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 10ની વિદ્યાર્થીની કેની પટેલની પસંદગી થઈ હતી. જેમાં કેનીનો પ્રશ્ન : પરીક્ષાના સમયમાં જરૂરી આરામ સાથે માર્ક્સ વધારવા અભ્યાસક્રમ પૂર્ણ કરવાની ચિંતા કઈ રીતે બેલેન્સ કરાય ? ત્યારે PMએ કેનિના પ્રશ્નમાં બીજા સાથે વધુ કંપેર નહિ કરવું અને પોતાના ઉપર ભરોસો રાખી જવાબ લખવા જણાવ્યું હતું.

જેમાં આજરોજ પીએમ વિશ્વભરના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા – પિતા સાથે સીધો સંવાદ કર્યો. તેમજ વિદ્યાર્થીને વડાપ્રધાનને પ્રશ્ન પૂછવાની તક મળી. જેમાં પ્રધાનમંત્રી એ ખૂબ સારો જવાબ આપી વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું. જાન્યુઆરીએ થયેલ ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની દરેક રાજયમાંથી પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી. જેમાંથી વડોદરાની ધો -10 માં ભણતી કેની પટેલની પસંદગી કરાઈ હતી.

Facebook Comments Box

Videos

Our Partners