• સરકારના પદાધિકારીઓ સભ્યો ઉપર જોખમનું તત્વ નહિવત હોવાથી સુરક્ષા માત્ર પ્રોટોકલ પૂરતી મર્યાદિત
  • રાજ્યનાં અધિક પોલીસ મહાનિર્દેશક ADG નરસિન્હા કોમારનો આદેશ
  • “ત્રણ મિનિટથી વધુ સમય માટે રસ્તા ઉપર વાહનો અટકાવવા નહીં”

WatchGujarat. તમે રસ્તા પરથી પસાર થાવ ત્યારે અનેક વખત VVIP,VIPનો કાફલો પસાર થતો જોયા હશે. ત્યારે તમારે ઘણા સમય માટે ઉભુ રહેવું પડતુ હોય છે.તમે ગમે તેવા જરૂરી કામથી બહાર નિકળા હોય અને ટાઇમ પર પહોચવાનું હોય ત્યારે આ કાફલો મળી જાય તો સમયસર પહોંચી શકતા નથી. કારણ કે તે રસ્તા પરથી VVIPનો કાફલો નિકળવાનો હોય તે રસ્તા બંધ કરી દેવામાં આવે છે.પરંતુ હવે તમારે માત્ર 3 મિનિટથી વધારે સમય નહીં ઉભુ રહેવું પડે.

કારણ કે રાજ્યનાં અધિક પોલીસ મહાનિર્દેશક ADG નરસિન્હા કોમારે ટ્રાફિક મેનેજમેન્ટને આદેશો કર્યા છે. જેમાં ભારતનાં રાષ્ટ્રપિત,ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કે તેમને સમકક્ષ સુરક્ષા કચવ ધરાવતા વિદેશી મહાનુભાવો સિવાય અન્ય તમામ VVIP,VIPના સુરક્ષા અનુસંધાને ત્રણ મિનિટથી વધુ સમય માટે રસ્તા ઉપર વાહનો અટકાવવા નહીં તેમ કહેવાયું છે.

બેસતા વર્ષના દિવસે થયેલા આદેશમાં ADG નરસિમ્હા કોમારે તમામ શહેરોના પોલીસ કમિશનરે,પોલીસ અધિક્ષકોને VVIP,VIP મુવમેન્ટ અંગે અગાઉથી જ ટ્રાફિક મેનેજમેન્ટ કરવા કહ્યું છે. રસ્તાની લંબાઇ,ટ્રાફિકનું ભારણ,વૈકલ્પિક રૂટ,ડાયવર્ઝન જેવી બાબતો ધ્યાને લઇને શક્ય ત્યાં સુધી જે માર્ગ ઉપર વાહનોની અવર-જવર રોકવામાં આવે છે તેનું ખાસ આયોજન કરવા કહ્યું છે. સામાન્ય નાગરિકોને થતી હેરાનગતિ રોકવા અગાઉથી જ ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન જાહેર કર્યો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ જે વિસ્તાર VVIP, VIPના કાર્યક્રમ, રેલી હોય ત્યાં આજુબાજુનાં વિસ્તારમાં દુકાનો, વાણિજ્ય એકમોને બંધ કરાવવા, રહેણાંક મકાનોના બારી-બારણાં બંધ કરાવતી રહી છે. આ મુદ્દે પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના ADG નરસિમ્હા કોમારે આવી કોઇ જ સુચના ન આપવા આદેશ કર્યો છે. આવી જગ્યાઓ ઉપર તૈનાત પોલીસ અધિકારીઓને સ્થાનિક રહીશો અને અન્ય નાગરિકો સાથે આદર અને સંવેદનશિલતા સાથે વર્તવા તેમણે પત્ર લખ્યો છે. જેમાં VVIP,VIP મુવમેન્ટ અને કાર્યક્રમ વખતે જોખમના તત્વ અને સ્થાનિક સ્થિતિને ધ્યાને રાખીને રસ્તા અને આજુબાજુના વિસ્તારોમાં ગણવેશધારી અને સાદા કપડામાં પોલીસ અધિકારીઓને સ્ટ્રેટેજીક અને હાઇરાઇઝ પોઇન્ટ પર તૈનાત કરવા કહેવાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવી સરકારમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યોનું જાહેરજીવન પૂર્વ મંત્રીઓ જેટલુ દીર્ધ ન હોવાથી તેમના ઉપર જોખમની શક્યતાઓ ઓછી છે. આથી અગાઉની સરકારો કરતા CM સિક્યોરિટીમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં અગાઉની સરકારો કરતા નવી સરકારના પદાધિકારીઓ સભ્યો ઉપર જોખમનું તત્વ નહિવત છે.આથી તેમને મળેલી સુરક્ષા વ્યવસ્થા માત્ર પ્રોટોકલ પૂરતી મર્યાદિત રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud