• મજાક મસ્તીના મુડમાં જોવા મળ્યા ગૃહમંત્રી
  • “હું પણ છુપાઇ છુપાઇને પાટણ આવ્યો છું”
  • “પત્નીને ખબર પડે તો મારે પટોળુ લઇ જવુ પડે”

WatchGujarat. એવું નથી કે તમે જ પાટણ જાવ ત્યારે ઘરનાં કોઇ અથવા તો તમારી પત્ની પટોળાની માંગ કરે..રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ કંઇક આવી જ હાલત છે.ખુદ ગૃહમંત્રીએ કહ્યું કે હુ મારી પત્નીથી છુપાઇને પાટણ આવ્યો છું.પાટણનાં સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારાઆયોજીત આ કાર્યક્રમની શરૂઆત હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી છે. જે દરમિયાન હર્ષ સંઘવી થોડા મજાક મસ્તીના મુડમાં જોવા મળ્યા હતા.

પાટણનાં સિદ્ધપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે મારી પણ તમારા જેવી હાલત છે.પાટણ જઇએ તો ઘરેથી પટોળુ લાવજો કહે છે. એટલે હું પણ છુપાઇ છુપાઇને પાટણ આવ્યો છું.પત્નીને ખબર પડે તો મારે પટોળુ લઇ જવુ પડે. તેમની આ વાતથી લોકો હસી પડ્યા હતા. હર્ષ સંઘવીએ આ ઉપરાંત કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટણ જીલ્લાના માતૃર્પણના એક માત્ર સ્થળ તથા રાણ કી વાવ અને પાટણનાં પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્નો કર્યા તે આજે સફળ બન્યા છે. આજે વિશ્વમાં લોકો તેને ઓળખતા થયા છે. આ કાર્યક્રમમાં પાટણી જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીઓ,જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે પાટણનાં પટોળા વિશ્વભરમાં પ્રખ્યાત છે.અહીં ખૂબ જ ચોકસાઇથી પટોળા બનાવવામાં આવે છે. એક પટોળું બનાવતા લગભગ 6 મહિના જેટલો સમય લાગે છે.આ પટોળાની કિંમત સવા લાખથી લઇને પાંચ લાખ સુધીની હોય છે.આ પટોળા ઓર્ડર પર તૈયાર કરવામાં આવે છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud