• પાવીજેતપુરના વદેસિયા ગામે માદા નાગણનું રેસ્ક્યુ કરાયું હતું, જેની સાથે સાત ઈંડા પણ મળી આવ્યા હતા
  • પાવીજેતપુર વનવિભાગ દ્વારા આ નાગણના સાત ઈંડાને સાચવીને તેનો કૃત્રિમ રીતે ઉછેર કરાયો હતો
  • આજે સાત ઈંડામાંથી બે બચ્ચાનો જન્મ થતા બંને બચ્ચાઓને જંગલમાં સુરક્ષિત છોડાયા હતા
  • પાવીજેતપુર વનવિભાગના આર.એફ.ઓ. દ્વારા જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે

WatchGujarat. પાવીજેતપુરના વનવિભાગ દ્વારા આજે જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે. જેમાં વનવિભાગ દ્વારા નાગણના સાત ઈંડાને કૃત્રિમ રીતે ઉછેરવામાં આવ્યા હતા. આ ઈંડામાંથી આજે બે બચ્ચાનો જન્મ થયો હતો જેને સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવ્યા છે. પાવીજેતપુર વનવિભાગના આ કાર્યની સૌ કોઈ સરાહના કરી રહ્યું છે.

રેસ્ક્યુ કામગીરીમાં માદા નાગણ સાથે તેના 7 ઈંડા પણ મળી આવ્યા હતા

મળતી વિગતો અનુસાર પાવીજેતપુર તાલુકાના વદેસિયા ગામે એક સાપ નીકળ્યો હતો. જેણી જાણ થતાં વનવિભાગના આર.એફ.ઓ વનરાજસિંહ સોલંકી અને સાપ પકડવાના નિષ્ણાત એવા આકાશભાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં નાગણ હોવાનું સામે આવ્યું હતું. વનવિભાગની ટીમ દ્વારા નાગણનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ આ માદા નાગણ સાથે તેના 7 ઈંડા પણ મળી આવ્યા હતા. જેને આર.એફ.ઓ. વનરાજ સિંહ સોલંકીએ સુરક્ષિત રીતે રાખ્યા હતા. નોંધનીય છે કે આર.એફ.ઓ. વનરાજસિંહ સોલંકી, ડૉ. ભટ્ટ તેમજ રેસ્ક્યુ કરનાર આકાશ તડવીએ સંયુક્ત પ્રયાસોથી આ સાત ઇંડાઓનો કૃત્રિમ રીતે કોટનમાં રાખી ઉછેર કર્યો હતો.

વનવિભાગ કર્મીઓ દ્વારા ઈંડાઓનો કૃત્રિમ રીતે ઉછેર કરાયો

કૃત્રિમ રીતે ઉછેર કર્યા બાદ આજે આ ઈંડામાંથી બે બચ્ચાનો જન્મ થયો હતો. જે બચ્ચાઓનો કુત્રિમ ઉછેર કરી જંગલમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યા હતા. વનવિભાગના આર.એફ.ઓ. વનરાજસિંહ સોલંકી અને તેમના સાથીઓ દ્વારા જીવદયાનું કામ કરી નાગણના ઇંડાઓમાંથી બચ્ચાઓને ઉછેર કરી જંગલમાં સુરક્ષિત છોડી, જીવ દયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ, રેસ્ક્યુ કરાયેલી નાગણના ઈંડાઓને કૃત્રિમ રીતે ઉછેર કરીને તેમાથી બચ્ચાઓનો જન્મ થતાં તેમને જંગલમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યા છે. પાવીજેતપુર વનવિભાગ દ્વારા કરવામાં આવેલા આ સરાહનિય કાર્ય સૌકોઈ માટે ઉદાહરણરૂપ સાબિત થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud