• કોરોના હાર્યો નથી પણ આ રીતે હરશું-ફરશું અને ઉજવણીઓ કરશું તો ફરી ગંભીર પરિણામો ભોગવવા આપણે તેમજ સરકારે તૈયાર રહેવું પડશે
  • રાજ્યમાં ધાર્મિક, પ્રવાસન ધામો ખુલતા જ પરિવાર સાથે લોકો હરી ફરી લેવા રઘવાયા બની રહ્યા હોય કોરોનાની ત્રીજી લહેરને આવતા કેવી રીતે અટકાવી શકશે સરકાર
  • બીજી લહેરમાં ટપોટપ મોત અને સર્જાયેલી કટોકટીને ભૂલી હવે બેફિકર બનેલા લોકો જાત, પરિવાર, સમાજ, શહેર માટે બની શકે છે સુપર સ્પ્રેડર
  • હજી પણ રાજ્યમાં 50 ટકાનું જ વેકસીનેશન થયું છે ત્યારે સંયમતા, સાવચેતી, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની પહેલને વિસરી જવી એ ઘાતક સાબિત થઈ શકે

WatchGujarat. કોરોનાની બીજી ઘાતક લહેર સમી જતા જાણે આપણે કોવિડ-19 નો જંગ જીતી ગયા હોય તેમ બેફિકર બની ગયા છે. પ્રવાસન, ધાર્મિક, હોટલો, બાગ-બગીચા સહિતના સ્થળો ખુલી જતા લોકોને ધાડે ધાડા ઉમટી રહ્યાં હોય જે ત્રીજી લહેરને સામે ચાલીને આમંત્રણ આપવા સમાન ન બની જાય તે જોવાની સરકાર સાથે આપણી પણ જવાબદારી છે.

બધું જ ધીમે ધીમે બીજી લહેર પછી અનલોક થઈ જતા આ શનિ અને રવિવારની રજમાં જાણે કોરોના કાયમ માટે જતો રહ્યો હોય તેમ આપણે ઉજવણી કરવા બેકાબુ બની વિવિધ સ્થળોએ છલકાઈ ઉઠ્યા હતા.

શનિ-રવિમાં રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ, અંબાજી, બહુચરાજી, શામળાજી, સારંગપુર, ચોટીલા હોય કે હોટલ, રેસ્ટોરન્ટ અને બાગ-બગીચા સહિતના નાના-મોટા પ્રવાસન સ્થળો. આ તમામ જાહેર તેમજ ખાનગી સ્થળોએ લોકોનો પ્રવાહ બેકાબુ નોંધાવા સાથે કોઈ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનું પાલન પણ જોવા મળ્યું ન હતું.

આવી રીતે જ જો આપણે બેફિર બની હરવા, ફરવા, યાત્રા-પ્રવાસ, ખાવા-પીવા અને ઊજવણીઓ કરતા રહીશું તો કોરોનાની ત્રીજી લહેરને સામે ચાલીને નિમિત્ત બનવવામાં સહભાગી બની જઈશું. અને ત્યારપછી એ જ મહામારી, લોકડાઉન, કરફ્યુ, નિયંત્રણો, કેસોનો રાફડો અને સંભવિત મૃત્યુના જોખમ માટે જવાબદાર બની જઈશું.

હાલ રાજ્યમાં 50 ટકા જેટલા લોકોનું વેકસીનેશન થઈ ગયું છે જે ઘણી સારી બાબત છે પણ વેકસીનેશનથી તમને કોરોના નહિ થાય તેમ નથી. અને આપણા કે આપણા પરિવારના સંપર્કમાં આવનાર વ્યક્તિ કોરોના સ્પ્રેડર નથી રહ્યો તે પણ ભૂલ ભરેલું છે.

હરવા, ફરવામાં આપણે ફરીથી કોરોનાને ફેલાવવામાં કારક ન બની જઈએ તે વિશેષ કાળજી સરકાર સાથે આપણે પણ પરિવાર, સમાજ, શહેર અને રાજ્યના હિતમાં રાખવાની છે.

હાલ શનિ અને રવિવારની રજાઓમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગર ઉમટી રહેલી હજારોની જનમેદનીએ આપણા માટે જ આગામી સમયમાં જોખમી ન બની જાય તેની દરકાર નહિ રાખી એ તો હાલ અદ્રશ્ય થઈ રહેલો કોરોના ફરી ફુફાળો મારી આપણને તેની અજગરી ચપેટમાં લઈ લેશે. જે બાદ ફરી મહામારીના બિહામણા દ્રશ્યો સર્જાઈ શકે છે. જેને જોતા આપણી ફરજ અને જવાબદારી સાથે સાવચેતી અને સલામતી પણ આપણા જ હાથમાં રહેલી છે તે દરેકે યાદ રાખી બીજી લહેર પછી મળેલી આઝાદી ને સંયમતા પૂર્વક અનુસરવાની જરૂર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud